For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગશે, ભાજપના ધારાસભ્યનો દાવો

24 કલાકમાં કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગશે!

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ ભાજપના ધારાસભ્ય ઉમેશ કટ્ટીએ દાવો કરતા કહ્યું કે આગલા 24 કલાકમાં કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર પડી ભાંગશે. પૂર્વ મંત્રી અને આઠ વખત ધારાસભ્ય બનેલ કટ્ટીએ બુધવારે બેંગ્લોરમાં આ નિવેદન આપ્યં. પાર્ટીના પ્રદેશ પ્રમુખ બીએસ યેદિયુરપ્પાની અધ્યક્ષતાવાળી ભાજપની બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસના 15 બાગી ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ પદ છોડી દેશે અને આગામી 24 કલાકમાં એચડી કુમારસ્વામી સરકાર પડી ભાંગશે.

જાણો યેદિયુરપ્પાએ શું કહ્યું

જાણો યેદિયુરપ્પાએ શું કહ્યું

આગલા અઠવાડિયે રાજ્યમાં ભાજપની સરકાર હશે. જો કે બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમને રાજ્યમાં સરકાર પાડી ભાંગવામાં કોઈ રસ નથી. તેમણે કહ્યું કે અમે વિપક્ષ દળમાં છીએ અને ત્યાં જ રહેવાનું પસંદ કરશું. જણાવી દઈએ કે પાછલા શનિવારે એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ પાર્ટીના 8 ધારાસભ્યોને પોતાના મંત્રિમંડળમાં સામેલ કર્યા છે.

6-8 કોંગ્રેસી ધારાસભ્યો સંપર્કમાં

6-8 કોંગ્રેસી ધારાસભ્યો સંપર્કમાં

માહિતી મુજબ જેમને મંત્રી નથી બનાવ્યા તેમણે કુમારસ્વામી સરકાર વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે કેટલાક ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે 6-8 કોંગ્રેસના ધારાસભ્ય તેમના સંપર્કમાં છે, હાલ તેઓ અન્ય લોકોના આવવાની રાહ જોઈ રહ્યા છે અને તે બાદ જ કંઈક ફેસલો લેવામાં આશે. પરંતુ હવે જોવાનું એ છે કે શું કટ્ટીનો આ દાવો સાબિત થશે કે નહિં.

કોંગ્રેસે પણ ભાજપને ચેતવણી આપી

કોંગ્રેસે પણ ભાજપને ચેતવણી આપી

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે જો ભાજપની પાસે સંખ્યા છે તો તેઓ સરકાર પાડી ભાંગશે. જો સરકાર 24 કલાકની અંદર ન પડી ભાંગે અને કટ્ટીમાં હિંમત હોય તો તે રાજીનામું આપીને દેખાડે. જણાવી દઈએ કે 224 વિધાનસભા સીટવાળી કર્ણાટક વિધાનસભામાં સત્તારુઢ કોંગ્રેસ-જેડીએસની પાસે કુલ 120 ધારાસભ્ય છે જ્યારે ભાજપની પાસે 104 ધારાસભ્ય છે.

‘રાષ્ટ્રપતિઓના ગાર્ડ માત્ર આ 3 જાતિઓના કેમ?' દિલ્લી હાઈકોર્ટ‘રાષ્ટ્રપતિઓના ગાર્ડ માત્ર આ 3 જાતિઓના કેમ?' દિલ્લી હાઈકોર્ટ

English summary
Karnataka Kumaraswamy Govt Will Collapse in 24 Hours, Says Senior BJP MLA Umesh Katti, Yeddyurappa Clarifies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X