For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક પ્રિ-પોલ સર્વે: સીએમ માટે પહેલી પસંદ સિદ્દારમૈયા, બીજેપી સૌથી મોટી પાર્ટી

કર્ણાટકમાં 12 મેં દરમિયાન થવા જઈ રહેલા વિધાનસભા ઈલેક્શન પહેલા એબીપી ઘ્વારા પ્રિ-પોલ સર્વે કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં 12 મેં દરમિયાન થવા જઈ રહેલા વિધાનસભા ઈલેક્શન પહેલા એબીપી ઘ્વારા પ્રિ-પોલ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર રાજ્યમાં સીએમ ઉમેદવાર તરીકે સિદ્દારમૈયા પહેલી પસંદ છે. આ સર્વેમાં મુખ્યમંત્રી પદ માટે 30 ટકા લોકોની પહેલી પસંદ સિદ્દારમૈયા છે, જયારે 25 ટકા લોકો યેદુરપ્પાને પોતાની પસંદ ગણાવે છે, જયારે 20 ટકા લોકો એચડી કુમારસ્વામી ને સીએમ તરીકે જોવા માંગે છે.

ભાજપને 89 થી 95 સીટો મળવાની આશા

ભાજપને 89 થી 95 સીટો મળવાની આશા

આ સર્વે અનુસાર કોંગ્રેસને રાજ્યમાં 37 ટકા અને બીજેપી ને 34 ટકા વોટ મળશે. એટલું જ નહીં પરંતુ જેડીએસ 20 ટકા વોટ ખેંચી શકે છે. પ્રિ-પોલ સર્વે અનુસાર કોંગ્રેસથી 3 ટકા ઓછા વોટ મળ્યા પછી પણ બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આ સર્વે અનુસાર ભાજપને 89 થી 95, કોંગ્રેસને 85 થી 91, જેડીએસ ને 32 થી 38 અને અન્યને 6 થી 12 સીટ મળવાની આશા છે.

બીજેપી બહુમત થી 17 સીટો દૂર

બીજેપી બહુમત થી 17 સીટો દૂર

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 112 સીટોની જરૂર પડશે. સર્વે અનુસાર ભાજપા બહુમત થી 17 સીટ પાછળ છે. આ સર્વે અનુસાર કર્ણાટકમાં મોદી લહેર દેખાઈ રહી છે. સર્વે અનુસાર લિંગાયત વોટ બીજેપી પાસે જતો દેખાઈ રહ્યો છે.

લિંગાયત સમાજના 60 ટકા વોટ ભાજપના પક્ષમાં

લિંગાયત સમાજના 60 ટકા વોટ ભાજપના પક્ષમાં

સર્વે અનુસાર લિંગાયત સમાજના 60 ટકા વોટ ભાજપના પક્ષમાં જતા દેખાઈ રહ્યા છે. સર્વે અનુસાર કોંગ્રેસને ફક્ત 23 ટકા લિંગાયત સમાજના વોટ મળશે. જો ઈલેક્શન પછી એવી કોઈ પરિસ્થિતિ બને તો જેડીએસ ગઠબંધન કિંગ મેકર બની શકે છે.

English summary
Karnataka opinion poll congress bjp siddaramaiah yeddyurappa karnataka assembly elections 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X