For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: દિલ્હીથી નિર્દેશ મળવાની રાહ જોઈ રહ્યો છું: યેદુરપ્પા

છેલ્લા બે અઠવાડિયાથી વધારે સમય સુધી ચાલી રહેલા રાજનૈતિક ધમાસાણ પછી આખરે કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા બે અઠવાડિયાથી વધારે સમય સુધી ચાલી રહેલા રાજનૈતિક ધમાસાણ પછી આખરે કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગી છે. કુમારસ્વામી સરકાર વિધાનસભામાં વિશ્વાસમત દરમિયાન જરૂરી બહુમત સાબિત કરી શકી નહિ. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામી સરકારના પક્ષમાં માત્ર 99 મત પડ્યા જ્યારે વિપક્ષમાં 105 મત પડ્યા. વિધાનસભા સ્પીકરે ફ્લોર ટેસ્ટની નવી ડેડલાઈન મંગળવારે સાંજે 6 વાગ્યે રાખી હતી.

Karnataka Political Crisis

Newest First Oldest First
1:45 PM, 24 Jul

આરએસએસ ઓફિસ પહોંચ્યા યેદુરપ્પા, અહીં તેમને કહ્યું કે તેઓ દિલ્હીથી નિર્દેશ મળવાની રાહ જોઈ રહ્યા છે
1:05 PM, 24 Jul

બાગી વિધાયક મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વરિષ્ઠ સંઘવી અને રોહતગીની હાજરીમાં નિર્ણય આપશે
1:04 PM, 24 Jul

કર્ણાટક મામલે માયાવતીનું ટવિટ, ભાજપે સંવિધાનિક મર્યાદાઓને તાક પર રાખીને જે પ્રકારે સત્તા અને પૈસાનો ઉપયોગ કરીને વિપક્ષની સરકાર તોડી છે, તે લોકતંત્રના ઇતિહાસમાં કાળા અધ્યાય તરીકે લખાયો છે. જેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે.
1:00 PM, 24 Jul

બીએસપી વિધાયક એન મહેશને પાર્ટીથી કાઢી નાખવામાં આવ્યા. વિધાયકે કહ્યું કે મને નથી ખબર કે મને પાર્ટીથી કેમ કાઢી મુકવામાં આવ્યો છે.
11:07 AM, 24 Jul

મળતી માહિતી અનુસાર બીએસ યેદુરપ્પા ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે
10:58 AM, 24 Jul

બીએસ યેદુરપ્પાના આવાસ બહાર પાર્ટી કાર્યકર્તાઓ મીઠાઈ વહેંચી રહ્યા છે
10:53 AM, 24 Jul

કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ, 'આ લોકતંત્રની જીત છે. લોકો કુમારસ્વામી સરકારથી કંટાળી ગયા હતા. હું કર્ણાટકની જનતાને વિશ્વાસ અપાવા ઈચ્છુ છુ કે હવે વિકાસનો નવો યુગ શરૂ થશે.
10:53 AM, 24 Jul

સરકાર પડી ગયા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા બોલ્યા કે હું ફરીથી કહેવા ઈચ્છીશ કે જે લોકો ‘ઑપરેશન કમલ'માં શામેલ થયા છે તેમને ફરીથી અમારી પાર્ટીમાં ક્યારેય શામેલ કરવામાં આવશે નહિ. ભલે આકાશ જ કેમ નીચે ના પડી જાય.
10:53 AM, 24 Jul

કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ભાજપના ખેમામાં ખુશીની લહેર જોવા મળી. વિધાનસભા બહાર ભાજપી કાર્યકર્તાઓ જશ્ન મનાવતા જોવા મળ્યા.

English summary
Karnataka Political Crisis: bjp congress jds live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X