For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક: કોંગ્રેસ પછી જેડીએસના બધા મંત્રીઓ રાજીનામુ આપશે

કર્ણાટકમાં કોંગ્રેસના 21 મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપ્યા પછી જેડીએસના બધા જ મંત્રીઓ પોતાના પદથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસના 21 મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપ્યા પછી જેડીએસના બધા જ મંત્રીઓ પોતાના પદથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે. સીએમ ઓફિસ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આખું મંત્રીમંડળ નવી રીતે ગઠિત કરવામાં આવશે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર કોઈ જ પરેશાની નથી. વિધાયકોના રાજીનામાં પર જે સમસ્યા છે, તેને ઉકેલી લેવામાં આવશે અને સરકાર આગળ ચાલતી રહેશે. હાલમાં કર્ણાટક સરકારમાં ઘણી હલચલ જોવા મળી રહી છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હાલની સરકાર જલ્દી પડી જશે. પરંતુ સીએમ કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર પર કોઈ પણ પ્રકારનું સંકટ નથી.

આ પણ વાંચો: કર્ણાટકમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેનાથી અમારે કોઈ લેવાદેવા નથી: રાજનાથ સિંહ

13 વિધાયકો રાજીનામુ આપી ચુક્યા છે

13 વિધાયકો રાજીનામુ આપી ચુક્યા છે

કર્ણાટકમાં શનિવારે રાજકીય હલચલ શરુ થઇ, જયારે કોંગ્રેસ અને જેડીએસના 13 વિધાયકોએ સ્પીકરને રાજીનામુ આપી દીધું. મંગળવારે સ્પીકરને તેના પર નિર્ણય કરવાનો છે. રાજીનામાં પછી કોંગ્રેસ અને જેડીએસ સિનિયર નેતાઓ વિધાયકોનો સંપર્ક કરવાની કોશિશમાં લાગ્યા છે.

કોંગ્રેસથી મંત્રીઓ રાજીનામુ આપી ચુક્યા

કોંગ્રેસથી મંત્રીઓ રાજીનામુ આપી ચુક્યા

શનિવારે શરુ થયેલું રાજકીય સંકટ સોમવારે મોટું રૂપ લઇ ચૂક્યું છે. કોંગ્રેસ કોટાના બધા જ મંત્રીઓ ઘ્વારા પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવને રાજીનામુ આપી દીધું છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ પરમેશ્વરા રાવે પણ રાજીનામુ આપી દીધું છે. પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાર્ટીના 21 મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.

ભાજપ પર કોંગ્રેસ-જેડીએસનો આરોપ

ભાજપ પર કોંગ્રેસ-જેડીએસનો આરોપ

કોંગ્રેસ અને જેડીએસ નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપા ઘ્વારા તેમના નેતાઓને તોડવા માટે પાણીની જેમાં પૈસા વહાવવામાં આવી રહ્યા છે. ભાજપા ગઠબંધન સરકારને તોડવાની કોશિશ કરી રહી છે. જયારે ભાજપે આ આખા વિવાદ અંગે કહ્યું છે કે તેમાં તેમનો કોઈ જ હાથ નથી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે રાજ્યપાલને મળવા માટે નથી જઈ રહ્યા. અમે મંગળવાર સુધી સ્પીકરના નિર્ણયની રાહ જોઇશુ.

English summary
Karnataka Political Crisis: HD Kumaraswamy on mlas resign issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X