કર્ણાટકમાં ભાજપાની વિચારધારા પ્રજાએ નકારી : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મનમોહન સિંહે પત્રકારોને જણાવ્યું કે 'આ સ્પષ્ટરીતે કર્ણાટકમાં સત્તરૂઢ ભાજપાની વિચારધારાની વિરુધ્ધ પરિણામ આવ્યું છે. દેશના લોકો જાણે છે કે કોણ શું છે? લોકોએ ભાજપાની વિચારધારાને નકારી કાઢી છે, એવું કર્ણાટકના ચૂંટણી પરિણામ પરથી સ્પષ્ટ થાય છે.'
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રયાસોની સરાહના કરતા મનમોહને જણાવ્યું કે 'રાહુલે ચૂંટણી પ્રચાર અભિયાનમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે અને ખૂબ જ મહેનત કરી છે. હું આ વિજય માટે કર્ણાટકના કોંગ્રેસ કાર્યકર્તાઓને અભિનંદન આપુ છું.'












Click it and Unblock the Notifications
