Karnataka Result : આંગળીના વેઢે ગણાય એટલા મતોથી હારી કોંગ્રેસ ઉમેદવાર, સૌથી ઓછા મતોથી હારનારી ઉમેદવાર બની
દેશમાં લોકશાહી વિરોધી ગતીવિધીઓનો આરોપ સહન કરી રહેલી બીજેપીમે કોંગ્રેસે કર્ણાટકમાં શરમજનક હાર આપી છે. કોંગ્રેસની આંધીમાં બીજેપીની છેલ્લી સરકારના 13 મંત્રીઓ પણ હાર્યા છે. આ ચૂંટણીમાં કેટલીક એવી પણ સીટો જોવા મળી છે જ્યાં ઉમેદવારો વચ્ચેના મતનું અંતર આંગળીના વેઢે ગણાય તેટલુ હતું.
કર્ણાટકમાં 136 બેઠકો જીતીને ભાંગી પડેલી કોંગ્રેસ પાર્ટીના જીવમાં જીવ આવ્યો છે. આ જીતે કોંગ્રેસીઓમાં નવો જોશ ભર્યો છે. કર્ણાટકમાં બીજેપીને હરાવીને કોંગ્રેસે દક્ષિણમાંથી બીજેપીનો સફાયો કર્યો છે.

અહીં એક રસપ્રદ વાત પણ જોવા મળી છે. 224 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે સૌથી વધુ મતોથી જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે તો બીજી તરફ સૌથી ઓછા મતોથી હારેલા ઉમેદવાર પણ કોંગ્રેસના છે.
બેંગ્લોર દક્ષિણની જયનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડી બીજેપી ઉમેદવાર સીકે રામામૂર્તિ સામે માત્ર 16 મતોના અંતરથી હાર્યા છે. સૌમ્યા રેડ્ડી કર્ણાટકના ઉમેદવારોમાં સૌથી ઓછા મતોથી હાર્યા છે.
સૌમ્યા રેડ્ડી જયનગરમાં સીકે રામામૂર્તિ સામે માત્ર 16 મતોના માર્જીનથી હાર્યા. મતગણતરીમાં ગોટાળાના આક્ષેપ બાદ ચૂંટણી પંચે જયનગર બેઠક પર છ વખત મતગણતરી કરાવી. પ્રથમ પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર 4 મતથી હાર્યા હતા. પછીની મતગણતરીમાં આ આંકડો 16 સુધી પહોંચ્યો.
આ સિવાય કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ઘણી બેઠકો પર ઉમેદવારો વચ્ચે આવી રસાકસી જોવા મળી હતી. કેટલાક ઉમેદવારો વચ્ચેના મતોનું માર્જિન 105 કરતા પણ ઓછું હતું. ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના દિનેશ ગુંડુ રાવે બીજેપીના સપ્તગીરી ગૌડાને માત્ર 105 મતોથી હરાવ્યા હતા.
અન્ય સીટની વાત કરીએ તો, શૃંગેરીમાં કોંગ્રેસના નેતા ટીડી રાજેગૌડા લગભગ 167 મતોના માર્જિનથી જીત્યા. આ સિવાય કોંગ્રેસના કેવાય નાજેગૌડાએ માલુર સીટ પર 248 વોટથી જીત મેળવી. ચિંચોલીમાં બીજેપી ઉમેદવાર અવિનાશ ઉમેશ જાધવનો 858 મતોથી વિજય થયો.












Click it and Unblock the Notifications
