Karnataka Result : ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયામાંથી કોણ વધુ ભણેલુ છે?
કર્ણાટકમાં પીએમ મોદી અને બીજેપીને હરાવીને કોંગ્રેસે સાબિત કર્યુ છે કે હજુ તેમાં સંભાવના બાકી છે. કર્ણાટકમાં કોંગ્રેસના બે નેતાઓની જુગલબંધીએ બીજેપીને આ કરારી હાર આપી છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાની જોડીએ બીજેપીને સાઉથમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.
દક્ષિણ ભારતમાં સત્તાના સપના જોતી બીજેપીને કરારી હાર મળી છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાએ આ ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવી છે. હવે બંનેના નામ મુખ્યમંત્રી પદની રેસમાં છે. અહીં એ જાણવુ જરૂરી છે કે બન્ને કેટલા ભણેલા છે?

myneta.info અનુસાર, ડીકે શિવકુમાર પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને તેમણે 2006માં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. નેતા ઉપરાંત તે ખેડૂત છે. તે પોતાને એક બિઝનેસમેન અને સોશિયલ વર્કર ગણાવે છે.
ડીકે શિવકુમાર કનકપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. બીજેપી સરકારમાં મંત્રી રહેલા આર અશોકને હરાવીને 90 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. હવે પાર્ટી કાર્યકરોમાં તેમને સીએમ બનાવવા માંગ ઉઠી છે.
સિદ્ધારમૈયાની વાત કરીએ તો તે એજ્યુકેટેડ નેતા છે. તેમણે શારદા વિલાસ લો કોલેજમાંથી 1972માં એલએલબી કર્યુ છે. સિદ્ધારમૈયા કર્ણાટકના દિગ્ગજ નેતા છે અને આ પહેલા જેડીએસમાં હતા.
તેમને 2005માં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા સાથે મતભેદ થતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવ્યા. સિદ્ધારમૈયા 8 વિધાનસભાની ચૂંટણીઓ જીતી ચુક્યા છે અને આમાંથી તે 4 વખત કોંગ્રેસના ઉમેદવાર હતા. 2013માં કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા












Click it and Unblock the Notifications
