For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકની હારથી મિશન 2019 પહેલા રાહુલના નેતૃત્વ પર ઉઠ્યા સવાલ

કર્ણાટક ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી થઇ રહી છે અને એવામાં કોંગ્રેસ માટે ખરાબ રિજલ્ટ સામે આવી રહ્યું છે. નીલ્સનના આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં 198 સીટના પરિણામ સામે આવી ચૂક્યાં છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટક ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી થઇ રહી છે અને એવામાં કોંગ્રેસ માટે ખરાબ રિજલ્ટ સામે આવી રહ્યું છે. નીલ્સનના આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં 198 સીટના પરિણામ સામે આવી ચૂક્યાં છે. શરૂઆતી પરિણામોમાં ભાજપ 94 સીટ પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 58 અને જેડીએસ 44 સીટ પર આગળ ચાલી રહી છે. 2 સીટ પર અન્ય આગળ છે. જો કે થોડા સમયમાં જ હાર-જીતનો ફેસલો સામે આવી જશે.

કોંગ્રેસના હાથમાંથી છટક્યું મોટું રાજ્ય

કોંગ્રેસના હાથમાંથી છટક્યું મોટું રાજ્ય

જો ભાજપ જીતે છે અને કોંગ્રેસના હાથમાંથી સત્તા છટકી જાય તો આ હાર એમના માટે ભારે મોંઘી સાબિત થઇ શકે છે કેમ કે આ હાર બાદ એમના હાથમાંથી તમામ મોટાં રાજ્ય નીકળી જશે અને ફરી એક વખત મોદી મેજીકની સામે રાહુલ ફેલ થઇ જશે. જો કે વર્ષ 2019માં એમના માટે મુસિબત પેદા થઇ શકે છે.

કર્ણાટકની હાર અને કોંગ્રેસની મુશ્કેલીઓ

કર્ણાટકની હાર અને કોંગ્રેસની મુશ્કેલીઓ

જો આજે કોંગ્રેસ પરાસ્ત થાય તો પંજાબ છોડીને એમની પાસે એકેય મોટું રાજ્ય નહીં બચે, કર્ણાટકની હાર એમને વધુ તકલીફ અપનાવનાર એટલા માટે હશે કેમ કે અત્યાર સુધી અહીં કોંગ્રેસની સત્તા હતી.

2019 પહેલાં બ્રાન્ડ રાહુલને મોટો ફટકો લાગશે

2019 પહેલાં બ્રાન્ડ રાહુલને મોટો ફટકો લાગશે

રાહુલ ગાંધી એલાન કરી ચૂક્યા છે કે 2019માં જો બધા ઇચ્છશે તો તેઓ પીએમની ખુરશી સંભાળી શકે છે, જો આજે એમની પાર્ટી હારે છે તો આનું નુકસાન કોંગ્રેસે ભોગવવું પડશે કેમકે આના કારણે આના કારણે વિરોધીઓ અલગ થઇ શકે છે, જે વર્ષ 2019 માટે સારું નથી.

કર્ણાટક મોડલ ફેલ

કર્ણાટક મોડલ ફેલ

કર્ણાટક જો કોંગ્રેસના હાથમાંથી નીકળી જાય છે તો મોદીના ગુજરાત મોડેલની સામે કર્ણાટક મોડલ નબળું સાબિત થશે અને સિદ્ધરામૈયા નબળા સીએમ સાબિત થશે.

સાઉથમાં બ્રાન્ડ મોદી આગળ રાહુલ ફેલ

સાઉથમાં બ્રાન્ડ મોદી આગળ રાહુલ ફેલ

અત્યાર સુધી ભાજપને હિંદી ભાષી રાજ્યની પાર્ટી કહેવામા આવતી હતી પરંતુ આજે જો ભાજપ કર્ણાટક પર ભગવો લહેરાવી દે તો પૂર્વોત્તર બાદ દક્ષિણમાં પણ કમલ ખીલશે જે ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના સપના માટેનું મહત્વનું પગલું હશે. 2019ની ચૂંટણીમાં આનો ફાયદો નિશ્ચિતપણે ભાજપને થશે. માટે આજે કોંગ્રેસ માટે જીત અતિ મહત્વની છે.

English summary
Karnataka results: Question rise against rahul gandhi leadership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X