
લોકોને ખુલ્લામાં છીંકવા અને Coronavirus ફેલાવાના આરોપી એન્જીનિયરની ધરપકડ, કંપનીએ પણ કાઢી મૂક્યો
નવી દિલ્હીઃ બેંગ્લોરમાં ખુલ્લામાં છીંકવા અને કોરોના વાયરસને ફેલાવવા માટે લોકોને ઉકસાવવાના આરોપસર એક સૉફ્ટવેર એન્જીનિયરની ધરપકડ કરી લેવામાં આવી છે. મુજીબ મોહમ્મદ તરીકે આ શખ્સની ઓળખ થઈ છે જે ઈન્ફોસિસ સૉફ્ટવેર કંપનીમાં એન્જીનિયર તરીકે કાર્યરત હતો. મામલો સામે આવ્યા બાદ ઈન્ફોસિસ કંપનીએ પણ આરોપીને પોતાની કંપનીમાંથી હકાલી કાઢ્યો છે.
આરોપ છે કે મુજીબે પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા લોકોને કોરોના વાયરસ ફેલાવવા માટે ઉકસાવ્યા હતા. તેણે પો્ટ કરી હતી કે, 'આવો સાથે આવો, બહાર નીકળીએ અને ખુલ્લામાં છીંકીએ, વાયરસ ફેલાવીએ.' બેંગ્લોરના પોલીસ કમિશઅનરે જણાવ્યું કે મુજીબ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા આ મામલો સામે આવ્યા બાદ આઈટી કંપનીએ ટ્વીટ કર્યું.
ઈંફોસિસ તરફથી કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ પોસ્ટ આચાર નિયમાવલીની વિરુદ્ધ છે અને કંપનીએ આ મામલે પોતાની તપાસ પૂર્ણ કરી લીધી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે, અમે માનીએ છીએ કે આ ઓખી ઓળખાણનો મામલો નથી. આવા વર્તાવને નજરઅંદાજ ના કરી શકાય, ઉપરોક્ત કર્મચારીની સેવાઓને સમાપ્ત કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 50ને પાર પહોંચી ચૂકી છે જ્યારે રાજ્યમાં આ વાયરસના સંક્રમણથી ત્રણ લોકોના પણ મોત થયાં છે.
પહેલીવાર ભારતીય વૈજ્ઞાનિકોએ Coronavirusની તસવીર લીધી, ગળાના ખરાશના સેમ્પલથી મળી સફળતા