Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka : નવી વિધાનસભામાં કરોડપતિ ધારાસભ્યોની ભરમાર, અધધ 210 કરોડપતિઓ જીત્યા

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીને ખરાબ રીતે હરાવીને કોંગ્રેસે ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ વિધાનસભામાં 135 સીટો જીતી છે અને એકલા હાથે સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે આ ચૂંટણીમાં કરોડપતિ ધારાસભ્યોની ખુબ બોલબાલા રહી છે.

આ વખતે ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા ઘણી વધારે છે. આ કરોડપતિ ધારાસભ્યોમાં કોંગ્રેસ અને બીજેપી અને જેડીએસ તમામના ધારાસભ્યો સામેલ છે. માય નેતા વેબસાઇટ અનુસાર, 2023માં ચૂંટાયેલા તમામ 224 ધારાસભ્યોની કુલ સંપત્તિ અધધ 10,834 કરોડ રૂપિયા છે.

karnataka assembly

આ ચૂંટણીમાં જીતેલા સૌથી અમીર અપક્ષ ધારાસભ્ય એચકે પુટ્ટસ્વામી ગૌંડા છે. તેમણે પોતાના સોગંદનામામાં કુલ 1262 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ પછી બીજા સ્થાને કોંગ્રેસના ડીકે શિવકુમાર છે અને તે 1149 કરોડ રૂપિયાની સંપતિ ધરાવે છે.

આ લિસ્ટમાં સૌથી અમીર ધારાસભ્ય પણ કોંગ્રેસના છે. કોંગ્રેસના સુરેશ બીએસ પાસે 500 કરોડથી વધુની સંપત્તિ છે. બીજી તરફ બીજેપીમાં એચકે સુરેશ સૌથી અમીર ધારાસભ્ય છે. તેમની કુલ સંપત્તિ 423 કરોડ છે. જેડીએસના સૌથી અમીર ધારાસભ્ય એમઆર મંજુનાથ પાસે 255 કરોડ રૂપિયાની સંપતિ છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ ટોચના આ વખતની વિધાનસભામાં 12 સૌથી ધનિક ધારાસભ્યો પાસે તમામ 224 ચૂંટાયેલા ધારાસભ્યોની કુલ સંપત્તિના 50 ટકા સંપતિ છે.

સંપત્તિની વાત કરીએ તો ડીકે શિવકુમાર રાજ્યના સૌથી અમીર ધારાસભ્ય છે. ડીકે શિવકુમારની કુલ સંપત્તિ 1,413 કરોડ છે. જો કે તેમને 265 કરોડનું દેવુ છે. આના કારણે તેમની કુલ સંપત્તિ ઘટીને 1,149 છે.

કોંગ્રેસના વિધાયર પ્રિયકૃષ્ણ સંપત્તિમાં ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 1159 કરોડ રૂપિયા છે અને તેમના પર 882 કરોડ રૂપિયાનું દેવું છે. જેના કારણે તે યાદીમાં આઠમા સ્થાને છે.

આ વખતે 4 ધારાસભ્યો એવા છે જેમની સંપત્તિ માઈનસ છે. એટલે કે તેમની પાસે કુલ સંપત્તિ કરતાં વધારે દેવું છે.

ભારતના સૌથી અમીર ધારાસભ્યો કર્ણાટક વિધાનસભામાં બેસે છે. ધારાસભ્યોની સંપત્તિ પર આધારિત એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ, કર્ણાટકના ધારાસભ્યની સરેરાશ સંપત્તિ 34.6 કરોડ રૂપિયા છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે.

કર્ણાટક પછી આંધ્રપ્રદેશના ધારાસભ્યો 27.9 કરોડની સરેરાશ સંપત્તિ સાથે બીજા ક્રમે છે. મહારાષ્ટ્રના ધારાસભ્ય 22.4 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X