કાવેરી વિવાદઃતમિલનાડુને પાણી નહીં આપે કર્ણાટક

નિષ્ફળ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયલલિતાએ કહ્યું કે, કર્ણાટકને વધારે પાણી આપવાની ના પાડી દીધી છે. અમે 32 ટીએમસી ફીટ પાણી આપવામાં આવે તેવો આગ્રહ કર્યો, પરંતુ કર્ણાટકે એક ટીપું પણ પાણી વધારે આપવાન ઇન્કાર કરી દીધો છે.
તેમણે એમપણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી કાલે છે. સુપ્રીમ કોર્ટમાં અમે ફરીથી આ મુદ્દો ઉઠાવીશુ અને આ બેઠક અંગે કોર્ટને માહિતગાર કરીશું. બીજી તરફ, પોતાના નિર્ણયનો બચાવ કરતા શેટ્ટારે કહ્યું કે, તમિલનાડુ માટે પાણી છોડવું સંભવ નથી કારણ કે, 37 ટીએમસી ફુટ પાણી જ સંગ્રહીત છે. તેમણે પાડોસી રાજ્ય પર આરોપ લગાવતા કહ્યું કે, દસકો જૂના વિવાદના લાંબા નિરાકરણ માટે ઇચ્છીત નથી.












Click it and Unblock the Notifications
