For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી પર શિવરાજ સિંહના પુત્રએ કર્યો માનહાનિનો કેસ, કોર્ટમાં હાજર થવાનો આદેશ

કોંગ્રેસને જીતાડવા માટે ચૂંટણી રણમાં ઉતરેલા રાહુલ ગાંધીનું કન્ફ્યુઝન હવે તેમને કોર્ટના ચક્કર લગવવા માટે મજબૂર કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસને જીતાડવા માટે ચૂંટણી રણમાં ઉતરેલા રાહુલ ગાંધીનું કન્ફ્યુઝન હવે તેમને કોર્ટના ચક્કર લગાવવા માટે મજબૂર કરી શકે છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય ચૌહાણે પનામા ગોટાળામાં તેમનુ નામ લેવા પર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે. સોમવારે ઝાબુઆમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પનામા અને વ્યાપમનો ઉલ્લેખ કરીને શિવરાજ અને પુત્ર કાર્તિકેય પર નિશાન સાધ્યુ હતુ.

આ પણ વાંચોઃ દૂરદર્શનની ટીમ પર નક્સલીઓનો હુમલો, કેમેરામેન સહિત 3 ના મોતઆ પણ વાંચોઃ દૂરદર્શનની ટીમ પર નક્સલીઓનો હુમલો, કેમેરામેન સહિત 3 ના મોત

કોર્ટમાં જવાનું એલાન

કોર્ટમાં જવાનું એલાન

રાહુલ ગાંધીના નિવેદન પર ત્વરિત પ્રતિક્રિયા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોર્ટ તરત જ કોર્ટમાં જવાનું એલાન કરી દીધુ હતુ. મધ્ય પ્રદેશના સીએમે ટ્વિટમાં કહ્યુ હતુ કે તે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરવા જઈ રહ્યા છે.

કઠોરતમ કાયદાકીય કાર્યવાહી

રાહુલ ગાંધીએ ભૂલ પર સ્પષ્ટતા આપતા કહ્યુ કે ભાજપમાં એટલો ભ્રષ્ટાચાર છે કે કાલે હું કન્ફ્યુઝ થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ કે મધ્ય પ્રદેશના સીએમે પનામા નથી કર્યુ તેમણે તો ઈ-ટેંડરિંગ અને વ્યાપમ ગોટાળો કર્યો છે. રાહુલના નિવેદન પહેલા કાર્તેકેયે કહ્યુ હતુ કે જો 48 કલાકમાં તેમણે માફી ન માંગી તો હું તેમના પર કઠોરતમ કાયદાકીય કાર્યવાહી કરવા માટે મજબૂર થઈ જઈશ.

3 નવેમ્બરે સવારે 11 વાગે કોર્ટમાં હાજર

ભૂલ પર સ્પષ્ટતા આપ્યા બાદ પણ શિવરાજના પુત્ર કાર્તિકેયે રાહુલ ગાંધી સામે કેસ કરાવી દીધો. કાર્તિકેય ચૌહાણે ભોપાલમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે. ન્યાયાધીશ સુરેશ સિંહની કોર્ટમાં કાર્તિકેય તરફથી વકીલ શિરીષ શ્રીવાસ્તવે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો છે. આ મામલે 3 નવેમ્બરે સવારે 11 વાગે પુરાવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. માનહાનિનો કેસ કરવા માટે કાર્તિકેય ચૌહાણના વકીલે કોર્ટમાં પુરાવા તરીકે વર્તમાનપત્રનું કટિંગ અને ટીવી ન્યૂઝ ચેનલોમાં ચાલેલા રાહુલ ગાંધીના નિવેદનનો હવાલો આપ્યો છે.

આ પણ વાંચોઃ 'ઘોષણાપત્ર 2019' માટે કોંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, 16 ભાષાઓમાં માંગ્યા સૂચનોઆ પણ વાંચોઃ 'ઘોષણાપત્ર 2019' માટે કોંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, 16 ભાષાઓમાં માંગ્યા સૂચનો

English summary
Kartikey chouhan files defamation case against rahul gandhi in bhopal court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X