કરૂણાનિધિના મોટા પુત્ર એમ અલાગિરીને ડીએમકેમાંથી કર્યા સસ્પેંડ

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નઇ, 24 જાન્યુઆરી: દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુમાં પારિવારિક રાજનૈતિક સત્તાના સંઘર્ષે નવો વળાંક લઇ લીધો છે. અંતે કરૂણાનિધિએ અલાગિરીને ડીએમકેમાંથી બહારનો રસ્તો બતાવી દિધો છે. અલાગિરીને ગેરવર્તણૂકને લીધે ડિસમીસ કરી લીધા છે. ગેરવર્તણૂકના આરોપમાં તેમને પાર્ટીના બધા પદો અને સભ્યપદ પરથી સસ્પેંડ કરી દિધા છે.

પોતાના બંને પુત્રો સ્ટાલિન અને અલાગિરી વચ્ચે વર્ચસ્વની લડાઇમાં કરૂણાનિધિએ સ્ટાલિનનો સાથ આપ્યો છે. આમ તો સ્ટાલિન શરૂઆતથી જ કરૂણાનિધિની પસંદ રહ્યાં છે. ડીએમકેએ પાર્ટી પ્રમુખ એમ કરૂણાનિધિના 63 વર્ષીય મોટા પુત્ર એમકે અલાગિરીને ગેરવર્તણૂકના આરોપમાં પાર્ટીના બધા પદો અને સભ્યપદેથી સસ્પેંડ કરી દિધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટી પર કન્ટ્રોલ કરવા માટે અલાગિરીનું પોતાના ભાઇ અને ડીએમકે પ્રમુખના નાના પુત્ર એમકે સ્ટાલિનની સાથે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હતો અને 89 વર્ષીય કરૂણાનિધિ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સ્ટાલિન જ તેમના ઉત્તરાધિકારી હશે.

alagiri-karunanidhi-600

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પાર્ટીએ મદુરાઇમાં અલાગિરીના પાંચ સમર્થકોને સસ્પેંડ કરી દિધા છે. તેમના પર પાર્ટીની છબિ ખરાબ કરનારા પોસ્ટરો દિવાલ પર લગાવવાનો આરોપ હતો. પહેલાં પણ કરૂણાનિધિએ પોતાના મોટા પુત્ર અલાગિરીને ચેતાવણી આપી કે તે પાર્ટીની નીતિઓ સાથે ચાલે અથવા ડીસમીસ માટે તૈયાર રહે.

English summary
The DMK chief Karunanidhi on Friday expelled his eldest son and "southern strongman" MK Azhagiri from the party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.