For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરૂણાનિધિએ મોદીની કરી પ્રશંસા, કોંગ્રેસના ખતરાની ઘંટી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટીઓનું મન બદલાતું જોવા મળ્યું છે. જો ડીએમકે પાર્ટી અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી કોઇપણની સાથે ગઠબંધનની ના પડી રહી હતી હવે તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. ડીએમકે પ્રમુખ એમ કરૂણાનિધિ જે અત્યાર સુધી જે કોંગ્રેસ અને ભાજપ સાથે ગઠબંધનની ના પાડી રહ્યાં હતા તે હવે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે.

અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુંમાં કરૂણાનિધિએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે સારા વ્યક્તિ છે. તેમને પોતાના રાજ્યના વિકાસ પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપ્યું છે જેથી લોકો તેમને વારંવાર ચૂંટીને લાવે છે. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની દાવેદારી પર તેમને કહ્યું હતું કે તે દેશ પર શાસન કરવા લાયક છે કે નહી, એ વાતનો નિર્ણય મતદારો કરશે.

m-karunanidhi

ભાજપે કરૂણાનિધિના મોંધેથી નરેન્દ્ર મોદીની પ્રશંસાનું સ્વાગત કર્યું છે, પરંતુ ડીએમકે સાથે જોડાણ કરવામાં ભાજપે કોઇ રસ દાખવ્યો નથી. ભલે જ કરૂણાનિધિએ પોતાના બદલાતા વલણના સંકેત આપ્યા હોય પરંતુ ભાજપ તેમાં કંઇ ખાસ રસ ધરાવતી નથી. ખાસ વાત એ છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર અને ગોટાળાઓને પોતાના હથિયાર બનાવ્યા છે. ભાજપનો ઇરાદો યુપીએ-2ના ભ્રષ્ટાચારને લઇને હુમલો ચાલુ રાખશે, જેમાં 2G સ્કેમ પણ સામેલ છે.

આ ગોટાળામાં ડીએમકે નેતાઓને પણ જેલમાં જવું પડશે. એવામાં ડીએમકે સાથે તેની મિત્રતા તેમના પ્રહારને નબળી કરશે. તેમને આ ફાયદાના અણસાર દેખાતા નથી. જો કે કરૂણાનિધિ દ્વારા નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવી કોંગ્રેસ માટે ઘણી ચોંકાવનારી વાત છે, જ્યારે લેફ્ટ પાર્ટીઝનું કહેવું છે કે આ તો થવાનું જ હતું.

English summary
DMK chief M Karunanidhi has praised BJP's PM candidate Narendra Modi, describing him as a good person.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X