કસાબને ફાંસી આપીને આતંકીઓને કડક સંદેશ આપ્યોઃ નિકમ

નિકમે કહ્યું કે આજે કહ્યું કે મુંબઇ હુમલામાં દોષી કસાબને ફાંસી આપવામાં આવતા તે ખુશ છે. મારું ખુશ થવાના બે કારણ છે. પહેલું, મુંબઇ હુમલાના પીડિતોને કંઇક ન્યાય મળ્યો છે અને બીજો આપણે આતંકવાદીઓને કડક સંદેશો આપ્યો છે.
નોંધનીય છે કે કસાબની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મંગળવારે રાત્રે ખારીજ કરી દીધી હતી. ત્યાર બાદ થોડાક સમય પછી જ કસાબને ભારે સુરક્ષા સાથે પુણેની ઉચ્ચ-સુરક્ષાવાળી યરવડા જેલામાં સ્થળાંતરિત કરવામાં આવ્યો. જેલ પરિસરમાં બુધવારે સવારે 7.30 વાગ્યે તેને ફાંસી આપવામાં આવી. ત્યાર બાદ ડોક્ટર્સની એક ટીમે તેની મોતની ઘોષણા કરી.












Click it and Unblock the Notifications
