Ahmedabad : સુભાષ બ્રિજની કામગીરીને લઈને મોટા સમાચાર
અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિપેરિંગનું કામ આગામી ૧૦ થી ૧૨ દિવસમાં શરૂ થવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.

તંત્રના આયોજન મુજબ જો બધું સમુંસૂથરું પાર ઉતરશે તો આગામી ૯ મહિનામાં બ્રિજનું મરામત કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ ટુ-વ્હીલર અને હળવા વાહનો માટે બ્રિજ ખુલ્લો મુકાશે.
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૨૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવેસરથી બનાવવાની કામગીરી મુખ્ય છે. બ્રિજના જૂના પિલરને વધુ મજબૂત કરાશે.
હાલના બ્રિજની મરામતની સાથે સાથે તેની બાજુમાં જ નવી બે લેનનો વધારાનો બ્રિજ પણ બનાવવામાં આવશે. આ નવી સુવિધા આગામી બે વર્ષમાં તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
