કાસગંજ હિંસા: ચંદન ગુપ્તાની હત્યાના મુખ્ય આરોપી સલીમની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશના કાસગંજમાં પ્રજાસત્તાક દિવસે ત્રિરંગા યાત્રા દરમિયાન યુવક ચંદન ગુપ્તાની હત્યા થઇ હતી, આ મામલાના મુખ્ય આરોપી સલીમની પોલીસે ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર, પોલીસે આરોપી સલીમના મિત્રો અને સગા-સંબંધીઓના મોબાઇલ ફોન સર્વિલાંસ પર લીધા હતા, જેને આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને તેની ધરપકડ કરી. પોલીસે કાસગંજની બહારના વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. ચંદન ગુપ્તાની હત્યા બાદ પોલીસ સતત સલીમની શોધ કરી રહી હતી. ચંદન ગુપ્તાની હત્યાના મુખ્ય આરોપીના ઘરની બહાર મંગળવારે પોલીસે નોટિંસ ચોંટાડી હતી, કોર્ટના આદેશનું પાલન કરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

kasganj

ચંદનની હત્યાના મામલે 20 લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી 11ની ધરપકડ થઇ ચૂકી છે. આરોપીઓમાં ત્રણ સગા ભાઇઓ નસીમ, વસીમ અને સલીમનો સમાવેશ થાય છે, જેમાંથી સલીમ મુખ્ય આરોપી છે. હિંસાના મામલે નોંધાયેલ 6 અલગ-અલગ એફઆઇઆરમાં 123ની ધરપકડ થઇ ચૂકી છે. આ પહેલાં મંગળવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ મામલે ચુપ્પી તોડતાં કહ્યું હતું કે, રાજ્યમાં કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે અરાજકતા સાંખી લેવામાં નહીં આવે, આવા કૃત્યોમાં ભાગ લેતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે સીએમ યોગી પોલીસ અધિકારીઓની બેઠક પણ બોલાવી હતી. બીજી બાજુ કેન્દ્ર સરકારે પણ કાસગંજ હિંસાને ગંભીરતાથી લેતા ઉત્તરપ્રદેશની યોગી સરકાર પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો હતો.

English summary
Kasganj: Salim, prime accused of Chandan Gupta murder case arrested.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.