For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર અને નવા લદ્દાખને મોદીનું વચન, અલગાવવાદ- આતંકવાદથી મુક્તિ મળશે

કાશ્મીર અને નવા લદ્દાખને મોદીનું વચન, અલગાવવાદ- આતંકવાદથી મુક્તિ મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 સમાપ્ત કર્યા બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે દેશે એક ઐતિહાસિક ફેસલો લીધો. પીએમ મોદીએ કહ્યું કે અનુચ્છેદ 370 વિશે માની લેવામાં આવ્યું હતું કે આ બદલશે જ નહિ. આનાથી જે નુકસાન થઈ રહ્યું હતું, તેની ચર્ચા જ નહોતી થઈ રહી. પીએમ મોદીએ કહ્યું કે દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારીઓ માટે સફાઈ કર્મચારી એક્ટ લાગુ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના સફાઈ કર્મચારીઓ આનાથી વંચિત હતા. દેશના અન્ય રાજ્યોમાં દલિતો પર અત્યાચાર રોકવા માટે સખ્ત કાનૂન લાગૂ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આવું કંઈ નહોતું. તેમણે કહ્યું કે અનુચ્છેદ 370 અને 35Aએ જમ્મુ-કાશ્મીરને અલગાવવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્યવસ્થામાં મોટા પાયે ફેલાયેલ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી આપ્યું. આના કારણે ત્રણ દશકમાં રાજ્યમાં 42 હજાર નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા.

મતદાન નહોતા કરી શકતા

મતદાન નહોતા કરી શકતા

પીએમ મોદીએ કહ્યું કે તમે જાણીને ચોંકી જશો કે જમ્મુ-કાશ્મીરમાં દશકોથી હજારોની સંખ્યામાં એવા ભાઈ-બહેન રહે છે, જેમણે લોકસભા ચૂંટણીમાં તો વોટ નાખવાનો અધિકાર હતો પરંતુ વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં મતદાન નહોતા કરી શકતા.

પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળશે

પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળશે

પીએમ મોદીએ કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી થાય, નવી સરકાર બને, મુખ્યમંત્રી બને. જમ્મુ-કાશ્મીરના લોકોને ભરોસો આપું છું કે તમને બહુ જ ઈમાનદારી સાથે, પૂરી પારદર્શી વાતાવરણમાં તમારા પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળશે.

ગવર્નરને આગ્રહ કરીશ

ગવર્નરને આગ્રહ કરીશ

તેમણે કહ્યું કે જેમ પંચાયતની ચૂંટણી પારદર્શિતા સાથે સંપન્ન કરાવવામાં આવી તેમ જ વિધાનસભાની પણ ચૂંટણી થશે. હું રાજ્યના ગવર્નરને એમ પણ આગ્રહ કરીશ કે બ્લૉક ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના થાય, જે પાછલા ત્રણ દશકાથી પેન્ડિંગ છે, તેને પૂરું કરવાનું કામ જલદી જ કરી લેવામાં આે.

નવી વ્યવસ્થામાં કામ કરવાનો મોકો મળશે

નવી વ્યવસ્થામાં કામ કરવાનો મોકો મળશે

પીએમ મોદીએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે હવે અનુચ્છેદ 370 હટ્યા બાદ જ્યારે આવ પંચાયત સભ્યોને નવી વ્યવસ્થામાં કામ કરવાનો મોકો મળશે તો તેઓ કમાલ કરી દેશે. મને પૂરો વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરની જનતા અલગાવવાદીને પરાસ્ત કરવામાં નવી આશાઓ સાથે આગળ વધશે.

<strong>જમ્મુ-કાશ્મીરથી 70 આતંકીઓ અને પાક સમર્થિત અલગાવવાદી આગરા શિફ્ટ કરાયા </strong>જમ્મુ-કાશ્મીરથી 70 આતંકીઓ અને પાક સમર્થિત અલગાવવાદી આગરા શિફ્ટ કરાયા

English summary
kashmir and laddakh will be terror free says pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X