જમ્મુ-કાશ્મીરની મંત્રીનો વીડિયો વાયરલ, કુર્અાનની સોગંધ આપીને માંગ્યા વોટ!

Google Oneindia Gujarati News

શ્રીનગર, 31 માર્ચ: આગામી લોકસભા ચૂંટણી માટે એક વૃદ્ધ પાસે વોટ માંગતી વખતે કથિત રીતે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો પ્રયાસ કરી રહેલી જમ્મુ-કાશ્મીરની મંત્રીને દેખાડનાર એક વીડિયો ક્લિપ સોશિયલ નેટવર્કિંગ વેબસઇટ પર વાયરલ થઇ ગયો છે.

ઉમર અબ્દુલ્લા સરકારની એકમાત્ર મહિલા સભ્ય જમ્મુ-કાશ્મીરની સામાજિક કલ્યાણ મંત્રી સકીના ઇટૂ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓની સાથે વૃદ્ધ વ્યક્તિને ચૂંટણીમાં તેનું સમર્થન આપવાનું કહી રહી છે.

sakina
વીડિયો અનુસાર, સકીના વૃદ્ધ વ્યક્તિને કહી રહી છે, કે 'હું આપની દિકરી જેવી છું, આપ કુર્આનની સોગંધ લો અને ભૂતકાળની જેમ આ ચૂંટણીમાં પણ અમને સમર્થન આપશો.' આની વચ્ચે નેશનલ કોંફ્રેન્સે જણાવ્યું છે કે મંત્રીએ જે કર્યું તેમાં કંઇપણ ખોટું નથી અને આ સ્થાનીય સંસ્કૃતિનો એક ભાગ છે. તેમાં ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી થયું.

નેશનલ કોંફ્રેન્સના પ્રવક્તા જુનૈદ મટ્ટોએ જણાવ્યું કે 'પાર્ટીનું વલણ છે કે તેમાં કંઇપણ ખોટું નથી, અમારુ માનવું છે કે આમાં ચૂંટણી આચાર સંહિતાનું કોઇ ઉલ્લંઘન થયું નથી. કેટલીંક ચીજો સ્થીનીય છે અને સંસ્કૃતિનો ભાગ છે અને લોકો તેને સમજશે છે.'

English summary
Kashmir’s only woman minister faces flak for using the Quran to get votes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X