સુપ્રિમ કોર્ટમાં આજે 35એ પર સુનાવણી, કાશ્મીર ઘાટીમાં બંધ

આજે સુપ્રિમ કોર્ટમાં કાશ્મીરમાં લાગૂ કલમ 35એ પર સુનાવણી થવાની છે. જેના કારણે અલગાવવાદી નેતાઓએ સમગ્ર ઘાટીમાં બંધનું એલાન કરી દીધુ છે.

આજે સુપ્રિમ કોર્ટમાં કાશ્મીરમાં લાગૂ કલમ 35એ પર સુનાવણી થવાની છે. જેના કારણે અલગાવવાદી નેતાઓએ સમગ્ર ઘાટીમાં બંધનું એલાન કરી દીધુ છે. આ કલમ બાદ જમ્મુ કાશ્મીરને એક વિશેષ રાજ્યનો દરજ્જો મળે છે. સુપ્રિમ કોર્ટમાં આ કલમને પડકારનાર એક પીઆઈએલ એનજીઓ 'વી ધ સિટીઝન્સ' તરફથી ફાઈલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં આ કલમને રાજ્યમાંથી હટાવવાની માંગ કરવામાં આવી છે. રવિવારે પણ ઘાટીમાં આ કલમના કારણે હડતાળની સ્થિતિ હતી. આ હડતાળની અસર અમરનાથ યાત્રા પર પણ પડી હતી.

એક દિવસ માટે રોકવામાં આવી અમરનાથ યાત્રા

એક દિવસ માટે રોકવામાં આવી અમરનાથ યાત્રા

રવિવારે હડતાળની અપીલ સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારુક અને મોહમ્મદ યાસીન મલિકના ગ્રુપ જોઈન્ટ રેજિસ્ટાન્સ ગ્રુપ એટલે કે જેએલઆર તરફથી કરવામાં આવી હતી. આ હડતાળના કારણે ઐતિહાસિક અમરનાથ યાત્રાને એક દિવસ માટે રદ કરવી પડી હતી. જેના કારણે જમ્મુમાં સેંકડો તીર્થયાત્રીઓ રોકાઈ ગયા હતા. 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીરમાં પડે છે. અધિકારીના જણાવ્યા મુજબ આ યાત્રાની અનુમતિ રવિવારે આપી શકાતી નહોતી પરંતુ સોમવારે યાત્રા પહેલાની જેમ શરૂ થશે. સમગ્ર કાશ્મીરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલુ છે. શ્રીગનરના લાલ ચોક પર પણ પ્રદર્શન થયા અને શ્રીનગરના ઘણા વિસ્તારોમાં રેલીઓ કાઢવામાં આવી. કેટલીક જગ્યાઓએ પત્થરમારાની ઘટનાઓ પણ થઈ પરંતુ કોઈના ઘાયલ થવાના સમાચાર નહોતા. સુરક્ષાબળો સાથે પણ લોકોની ઝડપ થઈ.

ઠેર ઠેર તૈનાત છે પેરામિલિટરી ફોર્સીસ

ઠેર ઠેર તૈનાત છે પેરામિલિટરી ફોર્સીસ

જમ્મુ કાશ્મીર પોલિસના ડીજીપી એસપી વૈદે તે રિપોર્ટનો ઈનકાર કર્યો છે કે રાજ્યમાં હિંસા અને અશાંતિની સ્થિતિ થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે ઘાટીમાં બધા સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી તરફથી છેલ્લા કેટલાક દિવસોથી આ કલમના પક્ષમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. સુપ્રિમ કોર્ટમાં એક પક્ષ તરફથી આ યાચિકાની ખારિજ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ પક્ષનું કહેવુ છે કે રાજ્યમાં હાલમાં પંચાયત, શહેરી એકમો અને નગરપાલિકની ચૂંટણી થવાની છે જેનું ધ્યાન રાખવામાં આવે.

પૂર્વ સીએમ એ આપી ચેતવણી

પૂર્વ સીએમ એ આપી ચેતવણી

રાજ્યનના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબી મુફ્તીએ ચેતવણી આપી છે કે રાજ્યની વર્તમાન સ્થિતિ સાથે છેડછાડ કર્યા બાદ સમગ્ર દેશને વિનાશકારી પરિણામ ભોગવવા પડી શકે છે. કલમ 35એ રાષ્ટ્રપતિના આદેશ બાદ બંધારણમાં શામેલ કરવામાં આવી હતી. આ કલમ બાદ જમ્મુ કાશ્મીરમાં બીજા રાજ્યોમાંથી આવતા લોકો અહીં અચળ સંપત્તિ ખરીદી શકતા નથી. આ ઉપરાંત એવી મહિલાઓ કે જેમણે બીજા રાજ્યના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેમને પણ સંપત્તિમાં હક નહિ મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X