For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાં હુમલા પછી સેનાની 111 પોસ્ટ માટે 2500 કાશ્મીરી યુવકો પહોંચ્યા

જમ્મુ કાશ્મીરમાં જ્યાં એક તરફ સેંકડો યુવાઓ આતંકીઓની ચંગુલમાં ફસાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ હજારો કાશ્મીરી યુવાઓ એવા પણ છે જેઓ સેના અને પોલીસમાં ભરતી થઈને દેશ અને પોતાના પરિવારની રક્ષા કરવા માંગે છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં જ્યાં એક તરફ સેંકડો યુવાઓ આતંકીઓની ચંગુલમાં ફસાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ હજારો કાશ્મીરી યુવાઓ એવા પણ છે જેઓ સેના અને પોલીસમાં ભરતી થઈને દેશ અને પોતાના પરિવારની રક્ષા કરવા માંગે છે. ભારતીય સેનામાં 111 પદો માટે ભરતી કાઢવામાં આવી, જેમાં ઉતરી કાશ્મીરના બારામુલા જિલ્લાના કાશ્મીરી યુવકોએ બુધવારે મોટી સંખ્યામાં ભાગ લીધો. ભરતીમાં શામિલ થવા આવેલા કાશ્મીરી યુવકોમાં દેશ સેવાનો જુસ્સો સાફ જોવા મળ્યો. આ ભરતીમાં લગભગ 2500 યુવાઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: ઈમરાનને કેપ્ટન અમરિંદરે કહ્યુ, 'જો તમે આતંકીઓનું કંઈ ન કરી શકતા હોય તો અમને કહો'

આ દેશ સેવાનો મોકો

આ દેશ સેવાનો મોકો

ભરતીમાં ભાગ લેવા આવેલા એક યુવા બિલાલ અહમદને જયારે પૂછવામાં આવ્યું કે સેનામાં ભરતી થવાની પ્રક્રિયામાં ભાગ લેવા પર તમને કેવું લાગી રહ્યું છે? ત્યારે તેને કહ્યું કે અમને અમારા પરિવારની સાથે સાથે દેશની સેવા કરવાનો પણ મોકો મળવો જોઈએ. જ્યાં બીજી બાજુ પુલવામાં હુમલા પછી ભારતના અલગ અલગ ભાગથી કાશ્મીરી લોકો સામે લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. કાશ્મીરના લોકો સાથે ઘણી જગ્યા પર મારપીટની ખબર પણ આવી રહી છે. ત્યારપછી સીઆરપીએફે હેલ્પલાઇન નંબર પણ શરુ કરવો પડ્યો હતો.

દેશભરમાં કાશ્મીરી લોકો સામે ગુસ્સો

દેશભરમાં કાશ્મીરી લોકો સામે ગુસ્સો

બીજા એક ઉમેદવારે કહ્યું કે અમે કાશ્મીરની બહાર નહીં જઈ શકીયે. અહીં અમારા માટે સારો અવસર છે. જો કાશ્મીરી કર્મીઓને સંવેદનશીલ વિસ્તારોમાં પોસ્ટિંગ કરવામાં આવ્યા તો તેઓ લોકો સાથે વાત કરીને સંકટનો ઉપાય લાવી શકે છે. મારપીટની ઘટનાઓ પછી કાશ્મીરી વિધાર્થીઓ પોતાના ઘરે પાછા આવી રહ્યા છે.

એક અઠવાડિયામાં 46 જવાનોની મૌત

એક અઠવાડિયામાં 46 જવાનોની મૌત

ખરેખર 14 ફેબ્રુઆરી દરમિયાન પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર આતંકીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારપછી સોમવારે પિંગલેન વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં મેજર સહીત ચાર જવાનો શહીદ થયા.

English summary
Kashmiri youth take part in Army recruitment drive for 111 vacancies in J&K's Baramulla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X