For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ હવે ભદ્રજનોની રમત નથી રહી : શિવસેના

|
Google Oneindia Gujarati News

uddhav thackeray
મુંબઇ, 17 મે : શિવસેનાએ શુક્રવારે જણાવ્યું કે આઇપીએલ મેચોમાં સ્પોટ ફિક્સિંગના ખુલાસાથી માલૂમ પડે છે કે ક્રિકેટ હવે ભદ્રજનોની રમ નથી રહી. બલકે સટ્ટાબાજીનો એક ગઢ બની ગયો છે, જેના થકી એક પીઢી બર્બાદ થઇ રહી છે.

શિવસેનાએ કહ્યું કે 'આઇપીએલથી પણ ભલે જ ઘણા નવા ખેલાડીઓને નામ અને દામ મળ્યું હોય પરંતુ આનાથી સટ્ટાબાજી અને સેક્સ રેકેટ માટે નવી વિન્ડો ખુલી ગઇ છે. ક્રિકેટના કૌરવ આખી પેઢીને બરબાદ કરી રહ્યા છે.'

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું કે 'ક્રિકેટ હવે ભદ્રજનોની રમત રહી નથી અને તેનો દેશભક્તિ સાથે કોઇ સંબંધ નથી.' સ્પોટ ફક્સિંગ પ્રકરણ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે 'આ ખેલાડી દેશ માટે નહી પરંતુ મોટા પ્રાયોજકો અને મોટા વ્યાવસાયિક ગ્રૂપ માટે રમે છે. આઇપીએલમાં સટ્ટેબાજોની જમાત છે અને હવે એક આખી પેઢી આનાથી બરબાદ થઇ રહી છે.'

પાર્ટીએ કહ્યું કે 'શરદ પવારથી લઇને રાજીવ શુક્લા સુધી રાજનૈતિજ્ઞોએ ક્રિકેટના વ્યવસાયની કમાન સંભાળી રાખી છે. આઇપીએલના પ્રમુખ કોંગ્રેસ રાજીવ શુક્લા છે જે પોતાની જવાબદારીથી સરળતાથી બચી શકે નહીં.'

English summary
spot-fixing: Kauravas turned IPL into gambling den, sex racket, says Shiv Sena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X