For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવા પર કોંગ્રેસે સિંધિયાને કર્યા બરતરફ

પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે સિંધિયાને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવા પર બરતરફ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથી નારાજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ છેવટે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે સોનિયા ગાંધીને પોતાનુ રાજીનામુ મોકલ્યુ, જેનો પાર્ટીએ સ્વીકાર કરી લીધો છે. જો કે પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે સિંધિયાને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવાના કારણે બરતરફ કરવામાં આવ્યા છે.

મોદી-શાહ સાથે મુલાકાત બાદ સોંપ્યુ રાજીનામુ

મોદી-શાહ સાથે મુલાકાત બાદ સોંપ્યુ રાજીનામુ

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલ ઉથલપાથલ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ. સિંધિયાએ પોતાનુ રાજીનામુ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સોંપ્યુ છે. વળી, રાજ્ય સરકારમાં કોંગ્રેસના ઘણા મંત્રીઓ સહિત 12થી વધુ દારાસભ્યોના બેંગલુરુ જવાના સમાચાર છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે જેનાથી કમલનાથ સરકાર લઘુમતીમાં આવી જશે.

પાર્ટીમાં અનદેખીથી નારાજ હતા જ્યોતિરાદિત્ય સિંધિયા

પાર્ટીમાં અનદેખીથી નારાજ હતા જ્યોતિરાદિત્ય સિંધિયા

આવા સમયમાં રાજકીય ઉથલપાથલ ઉત્પન્ન થઈ છે જ્યારે રાજ્યમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે ચૂંટણી થઈ રહી છે. સિંધિયા સમર્થક ધારાસભ્યોનુ કહેવુ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પોતાની અનદેખીથી નારાજ છે. સૂત્રોનુ કહેવુ છે કે ભાજપ આ મામલે સંસદીય દળની બેઠક બોલાવી શકે છે.

કોંગ્રેસ નેતાઓએ ગણાવ્યા ‘ગદ્દાર'

કોંગ્રેસ નેતાઓએ ગણાવ્યા ‘ગદ્દાર'

સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસ નેતાઓએ તેમને ગદ્દાર ગણાવવાના શરૂ કરી દીધા. પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે સિંધિયાને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવા પર બરતરફ કરવામાં આવ્યા છે. વળી, કોંગ્રેસના નેશનલ કોઑર્ડિનેટર ડિજિટલ કમ્યુનિકેશન ગૈરવ પાંધીએ ટ્વિટ કર્યુ, ‘ગદ્દાર, ગદ્દાર જ રહેશે અને કોઈ પણ તર્ક વિશ્વાસઘાતને યોગ્ય નહિ ગણાવી શકે. સમય!'

શું બોલ્યા કોંગ્રેસ ધારાસભ્ય જીતુ પટવારી?

શું બોલ્યા કોંગ્રેસ ધારાસભ્ય જીતુ પટવારી?

કોંગ્રેસ ધારાસભ્ય જીતુ પટવારીએ કહ્યુ, ‘એક ઈતિહાસ બન્યો હતો 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના મોતથી, પછી એક ઈતિહાસ બન્યો હતો 1967માં સંવિદ સરકાર અને આજે ફરીથી એકઈતિહાસ બની રહ્યો છે... - ત્રણેમાં આ કહેવામાં આવ્યુ છે કે હા અમે છે..' સુમિત કશ્યપે લખ્યુ છે - ‘માફ કરો પરંતુ આ વખતે ભૂલ અમારી હતી, એક સામાન્ય સમસ્યા ઉકેલી શક્યા નહિ. અમે 3 નેતાઓના અહંકારને રોકી શક્યા નહિ. કોઈ સમાધાન પણ કરવામાં આવ્યુ નહોતુ. કંઈ એલાન જ કરવામાં આવ્યુ. કેટલી વાર સુધી અમે વિચારતા રહ્યા કે સમયની સાથે સમસ્યા ખતમ થી જશે, કર્ણાટક અને એમપી. અમે હારી ગયા, ભાજપ નથી જીતી.'

આ પણ વાંચોઃ બૉયફ્રેન્ડ તમારી સાથે કરી રહ્યો છે આવુ વર્તન, તો તરત કરી લો બ્રેકઅપઆ પણ વાંચોઃ બૉયફ્રેન્ડ તમારી સાથે કરી રહ્યો છે આવુ વર્તન, તો તરત કરી લો બ્રેકઅપ

English summary
KC Venugopal said Jyotiraditya Scindia expelled from Congress for anti party activities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X