સવારે 6 વાગીને 15 મિનિટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, CM ધામી પણ વિશેષ પૂજામાં થયા શામેલ
દહેરાદૂનઃ આસ્થાના માનક કેદારનાથ ધામના કપાટ સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલી દેવામાં આવ્યા છે. કોવિડ પ્રકોપના કારણે બે વર્ષથી ધામના કપાટ સામાન્ય લોકો માટે ખોલવામાં નહોતા આવ્યા પરંતુ આજથી સામાન્ય લોકો પોતાના બાબા કેદારનાથના દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે વૈદિક મંત્રાચ્ચાર અને ખાસ પૂજા બાદ આજે સવારે 6 વાગીને 15 મિનિટે કપાટ ખોલવામાં આવ્યા છે. આ પૂજા અર્ચનામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ શામેલ થયા. જે વખતે કપાટ ખુલ્યા એ વખતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરના પ્રાંગણમાં હાજર હતા.

મંદિરને 15 ક્વિંટલ ફૂલોથી સજાવાયુ
તમને જણાવી દઈએ કે હાલમાં મંદિરને 15 ક્વિંટલ રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. મંદિરની સુંદરતા અલૌકિક છે. જેવા કપાટ ખુલ્યા એવુ જય બાબા કેદારનાથના જયકારાથી આખુ પ્રાંગળ ગૂંજી ઉઠ્યુ.કેદારનાથ બાબાના દર્શન માટે આવતા લોકો માટે પ્રશાસન અને મંદિર પરિસરએ અમુક નિયમો બનાવ્યા છે. જે નિમ્ન લિખિત છે...

ચારધામ યાત્રા રજિસ્ટ્રેશન
ભક્તગણોએ ચાર ધામ યાત્રા(ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ)ની યાત્રા માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવવુ, આ રજિસ્ટ્રેશન નીચે મુજબ છે.
ઑનલાઈનઃ https://registrationandtouristcare.uk.gov.in/ પર લૉગ ઈન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
ફોનઃ https://apps.apple.com/us/app/tourist-care-uttarakhand/id1574692609 પર લૉગ ઈન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

હેલીકૉપ્ટરની ટિકિટ કેવી રીતે કરશો બુક
હેલીકૉપ્ટરની ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલા https://heliservices.uk.gov.in પર લૉગ ઈન કરો. અહીં તમને ભાડા વિશે જાણવા મળશે.
ટ્રેન સેવાઃ જો તમે રેલ દ્વારા કેદારનાથ જવા માંગતા હોય તો તમારે ટ્રેનથી હરિદ્વાર આવવુ પડશે અને પછી બાય રોડ કેદારનાથ જવુ પડશે.
ફ્લાઈટ સેવાઃ વિમાન સેવા દિલ્લીથી દહેરાદૂન સુધી છે, પછી તમારે બાય રોડ રુદ્રપ્રયાગ થઈને કેદારનાથ જવુ પડશે.
|
ખાસ વાતો
- એક દિવસમાં માત્ર 12 હજાર લોકો જ કેદારનાથના દર્શન કરી શકે છે.
- કેદારનાથનુ શિવલિંગ 12 જ્યોર્તિલિંગોમાંનુ 5મુ શિવલિંગ છે.
- ભગવાન શંકરનુ આ મંદિર 8મી સદીનુ ગણાવાય છે.
- આ મંદિર સમુદ્રના તટથી 3581 મીટરની ઉંચાઈએ સ્થિત છે.
- આ મંદિર હિમપાતના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ થઈ જાય છે અને એપ્રિલ-મેમાં ફરીથી ખુલે છે.
- કહેવાય છે કે આ મંદિરનુ નિર્માણ પાંડવ વંશના જન્મેજયે કરાવ્યુ હતુ પરંતુ મંદિરનો જિર્ણાદ્ધાર આદિશંકરાચાર્યએ કરાવ્યો હતો.