કેદારનાથ: ગરૂડચટ્ટી પાસે પ્રાઇવેટ કંપનીનુ હેલિકોપ્ટર થયુ ક્રેશ, 6 લોકોના મોત
કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રિપોર્ટ અનુસાર અહીં એક પ્રાઇવેટ કંપનીનુ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. કેદારનાથથી લગભગ 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ રાહત અને બચા
કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રિપોર્ટ અનુસાર અહીં એક પ્રાઇવેટ કંપનીનુ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. કેદારનાથથી લગભગ 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે માહિતી સામે આવી છે તે મુજબ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. હેલિકોપ્ટર આર્યન કંપનીનું કહેવાય છે. મુખ્યમંત્રીના વિશેષ પ્રિન્સિપલ સેક્રેટરી અભિનવ કુમારે જણાવ્યું કે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને ઉડી રહ્યું હતું, જ્યાં ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રાહત અને બચાવ કાર્ય માટે પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી રહી છે.

હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી ઉડાન ભરી હતી, જેમાં પાયલટ સહિત કુલ 6 લોકો સવાર હતા. જ્યારે હેલિકોપ્ટર યાત્રાળુઓ સાથે આગળ વધ્યું ત્યારે તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર જમીન પર પડતાની સાથે જ આગ લાગી હતી અને તેમાં બેઠેલા તમામ 6 લોકોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો, અચાનક 15 મિનિટમાં જ હવામાન ખરાબ થઈ ગયું. અમારી ફ્લાઇટ પણ અહીં રોકી દેવામાં આવી હતી અને હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022
તમને જણાવી દઈએ કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 21-22 ઓક્ટોબરે અહીં આવી રહ્યા છે. વડાપ્રધાન અહીં કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવા આવી રહ્યા છે. વડાપ્રધાન અહીં અનેક વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરવા પહોંચી રહ્યા છે. આ પછી તેઓ કેદ્રનાથ જશે અને બદ્રીનાથ પણ જશે. વડાપ્રધાન 21 ઓક્ટોબરે કેદારનાથ દર્શન કર્યા બાદ અહીં રાત્રિ રોકાણ કરશે અને 22 ઓક્ટોબરે બદ્રીનાથ દર્શન માટે જશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
