For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલા દીક્ષિતના ઘર સામે ધરણા કરી રહેલ કેજરીવાલની ધરપકડ

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 7 ડિસેમ્બર: દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતના ઘરની બહાર ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની પોલીસે ધરપકડ કરી છે. કેજરીવાલ તેમના સાથીયો સાથે દીક્ષિતના ઘરની સામે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. કેજરીવાલે આ પ્રદર્શન અંગેની માહિતી પહેલેથી જ આપી દીધી હતી માટે પોલીસ પણ આ અંગે તૈયાર હતી.

ઓખલાના શાહીન બાગમાં 500 પરિવારોના ઘરોને તોડવાની સામે શુક્રવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ પીડિતોની સાથે મુખ્યમંત્રી શીલા દીક્ષિત સાથે મુલાકાત માટે પહોંચ્યા પરંતુ મુખ્યમંત્રીએ કેજરીવાલ સાથે મુલાકાત કરવાની ના કહી દીધી.

આથી કેજરીવાલે ફરી પોતાના સાથીયો અને પીડિતો સાથે ધરણા પર બેસી ગયા. દરમિયાનમાં પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવવાનું શરૂ કરી દીધું. પોલીસે બળજબરીપૂર્વક કેજરીવાલ અને તેમના સાથીયો મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસની પણ ધરપકડ કરી છે.

કેજરીવાલે જણાવ્યુ કે તેમની સાથે અત્રે આવેલા પીડિતો પોતાની જમીનના કાગળીયા પણ લાવ્યા છે. પરંતુ સરકારનું કહેવું છે કે તેમના મકાન નિયમાનુસાર ન્હોતા. કેજરીવાલે જણાવ્યું કે 1600 કોલોનિયોને લીગલ જાહેર કરવાની વાત કરી હતી, તેમાં આ કોલોનીનો પણ સમાવેશ થાય છે જે મકાન તોડી પાડવામાં આવ્યા છે.

English summary
AAP leader Arvind Kejriwal and scores of people were detained from outside Chief Minister Sheila Dikshit's residence today during their protest against demolition of buildings in a south Delhi locality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X