For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેદી સામે લડીને કેજરીવાલ જોવા ગયા 'બેબી'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ સમાપ્ત થઇ ગયા બાદ એક્ઝિટ પોલ્સના પરિણામો આમ આદમી પાર્ટીના તરફેણમાં આવ્યા છે જેની ખુશી કેજરીવાલ એન્ડ ટીમ સ્વાભાવિક પણે દેખાઇ. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તો ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ શપથની તૈયારી કરી રહ્યા છે. કેજરીવાલે તો શપથ માટે વેન્યૂ પણ નક્કી કરી લીધુ છે. પોતોની જીત માનનીને પરિણામો પહેલા કેજરીવાલ રિલેક્સ મૂડમાં દેખાયા. તેમણે પોતાના કાર્યકર્તાઓને રિલેક્સ થવાની સલાહ આપી અને પોતે ફિલ્મ જોવા પણ ગયા.

baby
આજે સાંજે તેમણે પરિવાર અને પાર્ટીના વોલન્ટિયર્સની સાથે ફિલ્મ જોવા માટે પીવીઆર ગયા. તેમની સાથે પાર્ટી નેતા મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસ પણ હાજર હતા. સાંજે પાંચ વાગ્યે કોશાંબી સ્થિત વેવ સિનેમામાં તેમણે પોતાના પરિવાર, નેતાઓની સાથે સાથે 60-70 વોલન્ટિયર્સની સાથે ફિલ્મ 'બેબી' જોઇ.

આની પહેલા કેજરીવાલે ટ્વીટ કરીને પાર્ટી કાર્યકર્તાઓના યોગદાનના વખાણ કર્યા અને તેમને આરામ કરવા માટે જણાવ્યું. કેજરીવાલે ટ્વિટ કર્યું કે આપે ઘણું સારુ કામ કર્યું છે. બે દિવસ આરામ કરો અને પોતાના પરિવારની સાથે સમય વિતાઓ. તેમણે પોતાના કાર્યકર્તાઓને મૂવી જોવાની પણ સલાહ આપી.

English summary
A day after exit polls predicted a win for his party, AAP leader Arvind Kejriwal Sunday viewed a movie here along with a large number of his party colleagues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X