કેજરીવાલના એક ઇશાર પર આવે છે કરોડોનું દાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 એપ્રિલ: આમ આદમી પાર્ટીના સંયોજક પોતાના ખાસ અંદાજમાં દાનની અપીલ કરે, અને પાર્ટીની જોલી ના ભરે, આવું કેવી રીતે સંભવ છે. આ કડીમાં તેમની અપીલ બાદ પાર્ટીને ગત બે મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુ દાન મળ્યું છે.

'આપ'ના એક નેતાએ કહ્યું ગત બે મહિનાથી દાનમાં વધારો થયો છે. અમને બુધવારે 80 દાન રૂપિયા મળ્યા હતા અને ગુરૂવારે 35 લાખ રૂપિયા મળ્યા હતા. આ સરળતાથી એક કરોડને પાર પહોંચી ગયો છે. આ દાન ભારત અને વિદેશમાંથી આવ્યું છે. સિંગાપુર, અમેરિકા, બેલ્ઝિયમ, ઓમાન, કેનેડા, જાપાન, જર્મની અને ઓસ્ટ્રેલિયામાં પાર્ટીના સમર્થકોએ પણ દાનની રકમ મોકલી છે.

તમિલનાડુના એક દાનદાતાએ પાર્ટી માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું, તો બીજી તરફ 10 રૂપિયાનું સામાન્ય દાન પણ આવ્યું. બે મહિના પહેલાં અરવિંદ કેજરીવાલે પોતાના પ્રચાર માટે લોકો પાસે મદદ રાશિ આપવાની ટ્વિટ કરી અપીલ કરી હતી. વારાણસીથી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ લોકસભાની ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલની ટીમે થોડા દિવસો પહેલાં 10 લેપટોપ પણ માંગ્યા હતા.

arvind-kejriwal-88

દાનમાં ભલે જ જનતા અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ કરી રહી હોય, પરંતુ વારાણસીમાં તેમના વિરોધમાં ઠેર-ઠેર યુવાનોના ટોળા ઉમટી પડે છે તથા 'મોદી-મોદી'ના નારા લગાવવા લાગે છે.

અરવિંદ કેજરીવાલને આજે સવારે અહીં કંપની બાગમાં તે સમયે ફરીથી મોદી સમર્થક નારા લગાવી રહેલા વિરોધીઓનો સામનો કરવો પડ્યો જ્યારે તે 'સુબહ કી સૈર' બેઠક પર નિકળ્યા. વિરોધ કરી રહેલા લોકો વડાપ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં 'હર હર મોદી' તથા અન્ય નારા લગાવ્યા. વિરોધીઓનું કહેવું હતું કે દિલ્હીથી ભાગીને 'ભગોડો' અહીં આવ્યો છે.

જો કે અરવિંદ કેજરીવાલે વિરોધ કરી રહેલા લોકોને 'ખોટા માર્ગે ચાલી રહેલા યુવાન છોકરા' ગણાવતાં તેમને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે અસહમતિ માટે તક હોવી જોઇએ. તેમને કહ્યું કે આ પ્રકારે પ્રદર્શન અનપેક્ષિત નથી કારણ કે તે 'દેશમાં સૌથી વધુ નિહિત સ્વાર્થોને પડકર આપી રહ્યાં છે. કેજરીવાલનો વિરોધ કરી રહેલા છોકરાઓની ફરિયાદ પર ચર્ચા કરવા માટે બેઠકની રજૂઆત કરી.

English summary
Kejriwal gets donation of crores very easily but faces 'Modi-Modi' attack day by day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X