For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ સરકાર તરફથી દરેક પરિવારને દર મહિને મળી રહ્યા છે 2464 રૂપિયા, જાણો કેવી રીતે

કેજરીવાલ સરકાર તરફથી પ્રત્યેક પરિવારને સરેરાશ માસિક 2464 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારના આયોજન વિભાગે પરિવારોને આપવામાં આવી રહેલી સબસિડી અંગે એક સર્વે કર્યો જેમાં સામે આવ્યુ કે દરેક પરિવારને દર મહિને 2464 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના નેતૃત્વમાં દિલ્લીના લોકોને ઘરેલુ કામ પર ખર્ચ ઓછો થઈ રહ્યો છે. કેજરીવાલ સરકાર તરફથી પ્રત્યેક પરિવારને સરેરાશ માસિક 2464 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. આ રીતે કેજરીવાલ સરકાર 5 વર્ષમાં દરેક પરિવારને 1.50 લાખ રૂપિયાની મદદ કરી રહી છે.

પ્રત્યેક પરિવારને 2464 રૂપિયા માસિક સબસિડી

પ્રત્યેક પરિવારને 2464 રૂપિયા માસિક સબસિડી

દિલ્લીમાં કેજરીવાલ સરકાર તરફથી પ્રત્યેક પરિવારને 2464 રૂપિયા માસિક સબસિડી આપવામાં આવી રહી છે. આ રીતે એક વર્ષની અંદર સરકાર તરફથી દરેક પરિવારને 30 હજાર રૂપિયાની સબસિડી મળી રહી છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં 5 વર્ષમાં એક પરિવારને લગભગ 1.50 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ કોઈ પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી રહેલ સૌથી વધુ સબસિડી છે.

પ્લાનિંગ વિભાગે કર્યો સર્વે

પ્લાનિંગ વિભાગે કર્યો સર્વે

તમને જણાવી દઈએ કે દિલ્લી સરકારના પ્લાનિંગ વિભાગ તરફથી પરિવારોને આપવામાં આવી રહેલી સબસિડી વિશે એક સર્વે કરવામાં આવ્યો છે. 11 જિલ્લાઓના 3450 પરિવારો પર આ સર્વે કરવામાં આવ્યો. એક જિલ્લામાં લગભગ 300 લોકો પર સર્વે કરવામાં આવ્યો. માર્ચ 2020માં સર્વે કરીને ડેટા એકત્ર કરવામાં આવ્યો જેમાં સામે આવ્યુ કે કેજરીવાલ સરકાર તરફથી આપવામાં આવી રહેલી સબસિડીથી દર મહિને પ્રત્યેક પરિવારને લગભગ 2464 રૂપિયનો ફાયદો થઈ રહ્યો છે.

વિજળી-પાણી ફ્રી સાથે બીજી પણ ઘણી બચત

વિજળી-પાણી ફ્રી સાથે બીજી પણ ઘણી બચત

કેજરીવાલ સરકાર તરફથી દિલ્લીમાં 200 યુનિટ સુધીની વિજળી મફત આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 200 યુનિટથી વધુ ખપત થવા પર સામાન્ય બિલ ભરવુ પડે છે. એવામાં વિજળી બિલ ઝીરો આવવાથી લોકોને દર મહિને 715 રૂપિયાની બચત થઈ રહી છે. આ રીતે કેજરીવાલ સરકાર તરફથી હોસ્પિટલોમાં ઈલાજ મફત કરાવવામાં આવી રહ્યો છે. આનાથી એક પરિવારના માસિક 693 રૂપિયા બચી રહ્યા છે. સરકારી સ્કૂલોમાં ઉત્તમ શિક્ષણ સાથે સાથે 554 રૂપિયા બચી રહ્યા છે. પાણી ફ્રી હોવાના કારણે 255 રૂપિયાનો માસિક લાભ મળી રહ્યો છે. ડીટીસી બસોમાં મહિલાઓ માટે યાત્રા ફ્રી હોવાથી 247 રૂપિયાની દર મહિને બચત થઈ રહી છે.

નીરવ મોદી કેસમાં યુકેની અદાલતમાં આજે થશે સુનાવણીનીરવ મોદી કેસમાં યુકેની અદાલતમાં આજે થશે સુનાવણી

English summary
Kejriwal government gives 2464 rupees monthly to each family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X