દિલ્હીના બજેટ માટે કેન્દ્રએ મંજુરી ન આપી હોવાનો કેજરીવાલ સરકારનો આરોપ

દિલ્હીના બજેટને કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. મંજુરી બાદ ગૃહમાં રજૂ કરવામાં આવે છે. કેજરીવાલે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, દિલ્હીનું બજેટ મંગળવારે એટલે કે 21 માર્ચે રજૂ નહીં થાય.

arvind kejriwal

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકાર અને કેન્દ્ર વચ્ચેની લડાઈ બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના બજેટ પર કેન્દ્ર સરકારે રોક લગાવી છે. આ બજેટ 21 માર્ચે રજુ થવાનું હતું. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા હજુ સુધી બજેટને મંજૂરી અપાઈ નથી.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીના બજેટને કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. મંજુરી બાદ ગૃહમાં રજૂ કરવામાં આવે છે. કેજરીવાલે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, દિલ્હીનું બજેટ મંગળવારે એટલે કે 21 માર્ચે રજૂ નહીં થાય.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ દિલ્હી સરકારે જાહેરાત પરના ખર્ચ માટે બજેટ મોકલ્યું હતું. આના પર ગૃહ મંત્રાલયે નોટિસ આપીને સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે. પરંતુ હજુ સુધી દિલ્હી સરકારે જવાબ આપ્યો નથી. જેના કારણે ગૃહ મંત્રાલયે બજેટ અટકાવી દીધું છે. સૂત્રો અનુસાર, ગૃહ મંત્રાલયે અત્યાર સુધી દિલ્હી સરકારના બજેટને મંજૂરી આપી નથી.

કેન્દ્ર સરકારના સૂત્રો અનુસાર, દિલ્હી સરકારના પ્રસ્તાવિત બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય અને સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. દિલ્હી સરકારના બજેટમાં જાહેરાત પર વધુ ભાર આપવામાં આવ્યો હતો. કહેવાયું હતું કે બજેટમાં સુધારો કરીને ફરીથી મોકલવામાં આવે, પરંતુ દિલ્હી સરકારે હજુ સુધી તેમાં સુધારો કરીને બજેટ મોકલ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X