Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્લીની બસો હંમેશા રહેશે ચકાચક, કેજરીવાલ સરકારે અધિકારીઓને આપ્યા આ નિર્દેશ

દિલ્લી સરકારે દિલ્લી પરિવહન નિગમ(DTC)અને પરિવહન વિભાગના અધિકારીઓને બસમાં મુસાફરી કરવાના નિર્દેશ આપ્યા છે.

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે દિલ્લી પરિવહન નિગમ(DTC)અને પરિવહન વિભાગના ગ્રુપ 'એ' અને 'બી'ના બધા અધિકારીઓને સપ્તાહમાં ઓછામાં ઓછુ એક વાર અનિવાર્ય રીતે બસમાં મુસાફરી કરવા અને તેની સ્થિતિ અને કર્મચારીઓના વ્યવહારને લઈને પ્રતિક્રિયા આપવાના નિર્દેશ આપ્યા છે. દિલ્લીના પરિવહન વિભાગે હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને આ આદેશ આપ્યા. પરિવહન વિભાગે કહ્યુ કે વિભાગ દ્વારા સંચાલિત 7000થી વધુ બસો છે અને હવે દિલ્લી પરિવહન નિગમ(ડીટીસી) અને ક્લસ્ટર બસોના કાફલામાં લો ફ્લોર ઈલેક્ટ્રીક બસોને પણ જોડવાામાં આવી રહી છે.

kejriwal

'અમારા દ્વારા ખુદને પ્રતિક્રિયા આપીને સતત સુધારો કરવાનો કોઈ મુકાબલો નથી. ડીટીસી(DTC) અને પરિવહન વિભાગના બધા ગ્રુપ 'એ' અને 'બી' અધિકારીઓ બસોમાં મુસાફરીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે હવે અનિવાર્ય રીતે સપ્તાહમાં એક વાર સાર્વજનિક બસમાં યાત્રા કરશે.'

દિલ્હીના પરિવહન વિભાગનો આ પરિપત્ર એવા સમયે આવ્યો છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં 150 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી હતી અને તેને રાજધાની બસોના કાફલામાં શામેલ કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે આવી બીજી બે હજાર બસો આવતા વર્ષે દિલ્હીના રસ્તાઓ પર મુકવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X