For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટા દળોને નષ્ટ નહીં કરી શકે કેજરીવાલઃ ખુર્શીદ

By Super
|
Google Oneindia Gujarati News

salman khurshid
નવીદિલ્હી, 22 ઑક્ટોબરઃ કેજરીવાલના તીખા પ્રહારોનો સામનો કરનાર કાયદામંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે, 'એક કિડી' કોંગ્રેસ જેવા હાથી માટે પડકાર સમાન નથી. ખુર્શીદે કહ્યું કે કેજરીવાલ પોતાના આરોપી થકી મોટા પક્ષોને નષ્ટ કરી પોતાનું સ્થાન હાંસલ કરવાના સ્વપ્ન સેવી રહ્યાં છે જે ક્યારેય પૂરા નહીં થાય.

કાયદામંત્રીએ કહ્યું કે કેજરીવાલ જાતેજ પોતાની એનજીઓએ વિદેશો પાસેથી ફંડ મળ્યાં હોવાના આરોપોનો સામનો કરી રહ્યાં છે, તેમણે બીજા પર કાદવ ઉછાળવાના બદલે આ પ્રશ્નોના ઉત્તર આપવા જોઇએ. કેજરીવાલને સલમાન ખુર્શીદ તથા તેમના પરિવાર દ્વારા સંચાલિત એનજીઓને કથિત નાણાની અનિયમિતતાનો આરોપ લગાવી નિશાન બનાવ્યું છે.

ખુર્શીદે એક ઇન્ટર્વ્યુંમાં પોતાના પર લગાવાયેલા આરોપોને ખારીજ કરી નાખ્યાં છે. જેમાં તેમણે એમ કહ્યું હતું કે, કેજરીવાલને ફર્રુખાબાદમાં પ્રસ્તાવિત યાત્રા કરવા અંગે ધમકી આપી છે. તેમણે કહ્યું કે હું કેજરીવાલને શા માટે ધમકી આપું? કોના માટે ધમકી આપું? તેનાથી મને શું મળશે? તમે શુ માનો છો કે તેમનું કદ, સ્તર અને વ્યક્તિત્વ એવું છે કે હું તેમના પર ધ્યાન આપીશ.

ખુર્શીદે કહ્યું કે કેજરીવાલ ઘણા નાના છે. એટલા નાના કે અમારી પાર્ટી સાથે સંઘર્ષ ના કરી શકે, એક કિડી હાથીને સમાપ્ત ના કરી શકે, હાથીની સૂંઢમાં સેંકડોની સંખ્યામાં કિડીઓ ઘુસી જાય તો પણ કોઇ નુક્સાન નહીં પહોંચાડી શકે. રાજકીય દળો સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના વિરોધથી રાજકારણમાં ડગ માંડનાર નવા લોકોને ફાયદો થશે, એવા પ્રશ્નના જવાબમાં ખુર્શીદે કહ્યું કે આ એક સ્વપ્ન માત્ર છે. કેટલાક લોકો એવા સ્વપ્ન સેવે છે કે અવ્યવહારિક અને કારણ વગરના હુમલાઓ કરીને અને વર્ષોના ઇતિહાસ રાખનારા રાજકીય દળોને નષ્ટ કરી શકે છે. એ લોકોનું માનવું છે કે આમ કરવાથી દળો સમાપ્ત થઇ જશે અને તેમના માટે રસ્તો સાફ થઇ જશે.

ખુર્શીદે કહ્યું કે મારી સમજ પ્રમાણે આ રીતે બધાને સમાપ્ત કરવાનો, આવા તમામ વસ્તુઓને સળગાવી દેવાનું આચરણ અને તેની રાખ પર એક નવા ભારતનું નિર્માણ થશે અને નવા ભારતમાં આવા નાના સમૂહો અને દળોને સત્તામાં આવવાની તક મળશે. આવું વિચારવું માત્ર એક સ્વપ્ન સમાન છે. કેજરીવાલની એનજીઓને વિદેશી ફંડ મળવા અંગે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના આરોપોની પૃષ્ટિ કરવાથી બચતા ખુર્શીદે કહ્યું કે એ તમામ પ્રશ્નોના ઉત્તર આપવા જોઇએ અને સિંહે ઘણી બધી માત્રામાં સામગ્રી એકઠી કરી છે.

English summary
Law Minister Salman Khurshid, who is under attack from Arvind Kejriwal, feels "an ant" cannot be a challenge to an elephant like Congress and says the activist is having a "pipe dream" of taking the space of big parties by trying to "destroy" them through allegations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X