દિગ્વિજયે કેજરીવાલની તુલના રાખી સાવંત સાથે કરી

digvijay singh
નવીદિલ્હી, 11 નવેમ્બરઃ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહએ ફરી એકવાર આઇએસીના અરવિંદ કેજરીવાલ પર હુમલો કરતા તેમની તુલના રાખી સાંવત સાથે કરી છે. દિગ્વિજય સિંહે ટ્વિટ કરી કેજરીવાલની તુલના ડાન્સર અને રિયાલટી શોની ડ્રામા ક્વિન રાખી સાંવત સાથે કરી છે.

દિગ્વિજય સિંહે ટ્વિટ કરતા કહ્યું છેકે કેજરીવાલ રાખી સાંવતની જેમ હરકતો કરે છે. જે રીતે રાખી સાવંત પોતાને એક્સપોઝ કરીને સમાચારમાં રહેવાનો પ્રયત્ન કરે છે પણ કંઇ વળતું નથી, તેવી જ રીતે અરવિંદ કેજરીવાલના એક્સપોઝ એટલે કે ખુલાસાઓમાં કોઇ દમ નથી.

નોંધનીય છેકે આ પહેલા વિદેશમંત્રી સમલાન ખુર્શીદે એક ચેનલના ખાસ શોમાં અરવિંદ કેજરીવાલ પર નિશાન તાક્યું હતું, ખુર્શીદે કહ્યું હતું કે જે રીતે મચ્છર કરડવાથી ખંજવાળ આવે છે તેવી જ રીતે કેજરીવાલના નિવેદનથી પણ ખંજવાળ આવે છે, પરંતુ તેની કોઇ અસર થતી નથી. સલમાનના આ નિવેદન પછી અરવિંદે કહ્યું હતું કે તે ડેન્ગ્યુનું મચ્છર બનીને કોંગ્રેસને કરડી શકે છે.

બીજી તરફ દિગ્વિજય સિંહના નિવેદન પર આઇએસીના કુમાર વિશ્વાસે કહ્યું કે સૂરજકૂંડ બેઠકમાં પાર્ટીએ 2014 સુધી કોંગ્રેસની છબી દેશની સામે યોગ્ય રીતે રજૂ કરવા દિગ્વિજય સિંહને કહ્યું છે. બેઠકમાં સોનિયા ગાંધી તરફથી દિગ્વિજય સિંહને કહેવામાં આવ્યું છે. દિગ્વિજય સિંહને તેમનુ કામ કરવા દેવામાં આવે. આવનારા સમયમાં અનેક ખુલાસાઓ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X