ઠાકરે પર FB કોમેન્ટ વિવાદમાં હવે કેજરીવાલની એન્ટ્રી

મુંબઇના પાલઘર વિસ્તારમાં રહેતી યુવતી શાહીને ફેસબુક પર એક આપત્તિજનક કોમેન્ટ કરી હતી અને ત્યાર બાદ યુવતીના કાકાની હોસ્પિટલ પર શિવસૈનિકોએ તોડફોડ કરી હતી. યુવતી દ્વારા લખવામાં આવેલી કોમેન્ટને તેની એક મિત્રએ લાઇક કરી હતી. આ વાત મુંબઇ પોલીસ સુધી પહોંચી અને મુંબઇ પોલીસની મહિલા ટૂકડી ઉક્ત યુવતીના ઘરે પહોંચી અને બન્નેની અટકાયત કરી, તેમજ ફેસબુક પર માફીનામું પોસ્ટ કરવા કહ્યું. પોલીસથી ડરીને શાહીને તુરત પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી અને માફીનામુ પણ લખ્યું.
નવ લોકોની ધરપકડ
મંગળવારે સવારે પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે. આ તમામ પર ઉક્ત યુવતીના કાકાની હોસ્પિટલમાં તોડફોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પકડાયેલા નવ લોકોએ હોસ્પિટલમાં ઘુસીને દર્દીઓ સાથે મારપીટ પણ કરી હોવાનો આરોપ છે.
કેજરીવાલે કર્યો પોલીસનો વિરોધ
આઇએસી કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે આ બન્ને પોલીસ અધિકારીઓને પદ પરથી બરખાસ્ત કરવા જોઇએ, જેમણે યુવતીઓની ફેસબુક પોસ્ટના કારણે ધરપકડ કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આ રીતે સરકાર આપણી વાત રજૂ કરવાની આઝાદીને છીનવી રહી છે, જે સંવિધાનની વિરુદ્ધ છે.












Click it and Unblock the Notifications
