કેજરીવાલે જાહેર કર્યા અંબાણી બંધુઓના સ્વિસ બેન્ક એકાઉન્ટ નંબર્સ

arvind kejriwal
નવી દિલ્હી, 10 ડિસેમ્બરઃ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એકવાર અંબાણી બંધુઓ પર પ્રહાર કર્યો છે. કેજરીવાલે આરોપ મુક્યો છે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના સ્વિસ બેન્કમાં એકાઉન્ટ છે. એટલું જ નહીં તેમણે બન્ને ભાઇઓના એકાઉન્ટ્સ નંબર્સનો પણ ખુલાસો કર્યો.

રવિવારે એક કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું કે થોડાક દિવસો પહેલા મે ખુલાસો કર્યો હતો કે અનિલ અને મુકેશ અંબાણીના સ્વિસમાં ખાતાઓ છે. તેમણે મારા આરોપોને ખારીજ કરી નાંખ્યા હતા. મારી પાસે બન્ને ભાઇઓના એકાઉન્ટ નંબર્સ છે. શું હું તમને વાંચી સંભળાવું? એચએસબીસી બેન્કમાં આ એકાઉન્ટ છે જેમના નંબર છે, 5090160983 અને 5090160984.

અનિલ અંબાણીના પ્રવક્તાએ આ આરોપોને ખારીજ કર્યા છે. પ્રવક્તાએ કહ્યું કે જીનેવા સ્થિત એચએસબીસી બેન્કમાં અનિલ અંબાણીનું કોઇ ખાતું નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે કોઇપણ આધાર વગર વ્યક્તિગત સ્વાર્થ માટે આવા ખોટા આરોપો લગવવામાં આવી રહ્યાં છે.

બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના પ્રવક્તાએ પણ મુકેશ અંબાણી પર લગાવવામાં આવેલા આરોપોને ખારીજ કર્યા છે. તેમણે નવેમ્બરમાં આરઆઇએલના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું. કેજરીવાલે ગયા મહિને આરોપ મુક્યો હતો કે સ્વિસ બેન્કમાં અંબાણી બંધુઓના 100-100 કરોડ રૂપિયા છે. કોકિલાબેનનું પણ સ્વિસ બેન્કમાં ખાતુ છે. જો કે તેમાં કોઇ બેલેન્સ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X