કેજરીવાલની સરકારમાં શું કરી રહ્યાં છે કુમાર વિશ્વાસ?

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 જાન્યુઆરીઃ શપથ ગ્રહણ સુધી અરવિંદ કેજરીવાલની આસપાસ રહેનારા કુમાર વિશ્વાસ અચાનક ચર્ચામાં આવી ગયા છે. અચાનક સમાચાર આવ્યા છે કે, હવે તે રાહુલ ગાંધી વિરુદ્ધ અમેઠીમાંથી ચૂંટણી લડશે. એટલું જ નહીં, કુમાર વિશ્વાસે આ વચ્ચે નરેન્દ્ર મોદીને પણ લલકારી દીધા, જેથી કુમાર વિશ્વાસ રાજકીય વ્યક્તિ થયા, પરંતુ તેમ છતા તે દિલ્હીના અધિકૃત કાર્યોમાં હસ્તક્ષેપ એવી રીતે કરી રહ્યાં છે, જેમ તેમને જનતા દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.

kumar-vishwas-in-delhi-jal-board-pc
કેજરીવાલ સીએમ બન્યા બાદ દિલ્હીના તમામ મોટા અધિકારીઓ સાથે કુમાર વિશ્વાસ જોવા મળે છે. જોવા મળે એ કદાચ સામાન્ય હોઇ શકે છે, પરંતુ અધિકૃત પ્રેસવાર્તાના અધિકારીઓની બાજુમાં બેસીને સંબોધિત કરવા નિયમની વિરુદ્ધ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીંએ તો તાજેતરમાં જ દિલ્હી જલ બોર્ડની પ્રેસ વાર્તામાં કુમાર વિશ્વાસ બોર્ડના સીઇઓ સાથે સંબોધન કરતા જોવા મળ્યા. કારણ કે, વિશ્વાસ એક રાજકિય વ્યક્તિ છે અને દિલ્હી સરકારમાં કોઇ પણ પદ પર નથી, તેથી આ કરવું એ નિયમ વિરુદ્ધ છે.

આ જ કારણ છે કે હવે કુમાર વિશ્વાસ સાથોસાથ જલ બોર્ડના સીઇઓ પણ સવાલોના ઘેરામાં આવી ગયા છે. એ સવાલોના ઘેરામાં જેના જવાબ સીએમ કેજરીવાલે આપવાના છે. કેજરીવાલ એટલા માટે, કારણ કે આ સંબંધમાં પત્ર તેમને લખવામાં આવ્યા છે. લખનઉના સમાજ સેવિકા નૂતન ઠાકુરે આ સંબંધમાં કેજરીવાલને પત્ર લખિને સીઇઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

નૂતન ઢાકુરનો પત્ર-
સેવામાં,
શ્રી અરવિંદ કેજરીવાલ,
મુખ્યમંત્રી,
નવી દિલ્હી

વિષય- 1992 બેચના આઇએએસ અધિકારી શ્રી વિજય કુમાર, વર્તમાનમા મુખ્ય કાર્યકારી અધિકારી, દિલ્હી જલ બોર્ડ દ્વારા શાસકીય કાર્યોમાં નિયમ વિરુદ્ધ રાજકીય વ્યક્તિને સમ્મિલિત કરવા સબબ.


મહોદય,
કૃપિયા નિવેદન છે કે તમારી સરાકર દ્વારા તા. 30/12/2013એ દિલ્હીવાસીઓને નિશુલ્ક પાણી આપવાના સંબંધમાં કતિપય ઘોષણાઓ કરવામાં આવી. આ ઘોષણાઓ તમારા આવાસ પર વર્તમાન મુખ્ય કાર્યકારી અધિકારી, દિલ્હી જલ બોર્ડની પ્રેસ કોન્ફરન્સ વિજય કુમાર દ્વારા કરવામાં આવી, પરંતુ વિજય કુમારે પોતાની આવાસ બહાર કરવામાં આવી રહેલી અત્યંત મહત્વપૂર્ણ શાસકીય જાહેરાત દરમિયાન કુમાર વિશ્વાસ, નેતા આમ આદમી પાર્ટીને પોતાની સાથે રાખ્યા હતા. જે વિજય કુમારની બાજુમાં બેઠાં હતા અને આ આખા કાર્યક્રમ દરમિયાન વિજય કુમારની સાથે હતા.

તમે સહમત હશો કે વિજય કુમાર દ્વારા શાસકીય જાહેરાતની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણતઃ શાસકીય કાર્યક્રમ છે. મારી જાણકારી અનુસાર વર્તમાનમાં કુમાર વિશ્વાસ કોઇ શાસકીય પદ પર નથી, યદયપિ આગામી સમયમાં સરકાર દ્વારા તેમની નિયુક્તિ કોઇ પદ પર કરવામાં આવી શકે છે. તેવામાં વિજય કુમાર દ્વારા પોતાની સાથે જ કુમાર વિશ્વાસને એક શાસકીય પ્રેસ કોન્ફરન્સમાં બેસાડવા મારી જાણકારીમાં એવી ઘટના છે, જેનાથી એ ફલિત થાય છે કે, શાસકીય પ્રેસ કોન્ફરન્સમાં સંબંધિત અધિકારીએ સરકારની બહાર જઇને એક રાજકીય વ્યક્તિને પોતાની સાથે સ્થાન આપ્યું હોય.

કુમાર વિશ્વાસ આજની તારીખમાં એક ગૈર સરકારી વ્યક્તિ છે અને જાહિર છે કે જો શાસકીય અધિકારીઓ દ્વારા અનુમતિ મળે અથવા અનુરોધ કરવામાં આવે તો તે ક્યાંય પણ સહર્ષ ઉપસ્થિત થઇ જશે, પછી તે અત્યંત ગોપનીય શાસકીય મીટિંગ હોય અથવા કોઇ શાસકીય પ્રેસ કોન્ફરન્સ. અતઃ જો કોઇ વ્યક્તિ આ આખી ઘટનાક્રમ માટે ઉત્તરદાયી છે, તો તે તમારી સરકારના અધિકારી વિજય કુમાર છે, જેમણે કુમા વિશ્વાસ સાથે આ અત્યંત મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર જ નહોતા પરંતુ વારંવાર પોતાની ભાવ ભંગિમાથી એ સ્પષ્ટ પણ કરી દીધુ કે કુમાર વિશ્વાસની ઉપસ્થિતિથી તે ઉપકૃત્ય છે અને તેમની ઉપસ્થિતિ અત્યંત વાંછનીય છે.

વિજય કુમાર 1992 બેચના આઇએએસ અધિકારી છે અને તમારા દ્વારા સરકારની રચના બાદ જ તેમણે બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ નિયુક્તિ સરકારની રચનાને એકાદ બે દિવસની અંદર કરવામાં આવી હતી, જ્યારે તમે પદ સંભાળતા જ કતિયપય આઇએએસ અધિકારીઓની આનન-ફાનનમાં નિયુક્તિ કરી. અતઃ આ રુપમાં સ્પષ્ટ છે કે વિજય કુમાર તમારી પસંદના અધિકારી છે. તમે સહમત હશો કે શાસકીય દાયિત્વોમાં વ્યક્તિગત પસંદ અને નાપસંદગીને કોઇ સ્થાન નથી, પરંતુ માત્ર નીતિઓ અને કાયદા જ સબોંને સંચાલિત કરે છે.

તેવામાં જ્યારે તમારા દ્વારા અત્યંત ઉચ્ચ આદર્શોના આધારે જનતાનો મત પ્રાપ્ત કર્યો છે, તો તમારી પાસેથી નિશ્ચિત રીતે અપેક્ષા કરવામાં આવશે કે તમે નિરંતર એ આદર્શોનું નિર્વાહન કરશો. અતઃ તમને નિવેદન છે કે વ્યક્તિગત પસંદ-નાપસંદથી ઉપર ઉઠીને શાસકીય નીતિ, રીતિ તથા વ્યવસ્થા વિરુદ્ધ વિજય કુમાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ શાસકીય પ્રેસ કોન્ફરન્સમાં એવી રાજકીય વ્યક્તિને બેસાડીને તેના માધ્યમથી જનમાણસને ખોટો સંદેશ આપવા અને સ્થાપિત શાસકીય વ્યવસ્થાનું ઉલંઘન કરવા સબબ વરિષ્ઠ અધિકારીથી તપાસ કરો અને તપાસમાં દોષી જાહેર થાય તો એ દિશામાં નિયમાનુસાર તેમનુ ઉત્તરદાયિત્વ નિર્ધારિત કરવાની કૃપા કરવામાં આવે, જેથી એ સંદેશ ના જાય કે વિજય કુમાર મુખ્યમંત્રીની પસંદના અધિકારી હોવાના કારણે તેમના પર અલગ નિયમ લાગુ થાય છે.

English summary
Social worker Nutan Thakur sent a letter to Delhi CM Arvind Kejriwal to get enquired the act of CEO of Jal Board Vijay Kumar regarding unlawful and improper inviting and allowing of political entities.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.