દિલ્હીમાં સચિવાલય બહાર ‘આપ’નો જનતા દરબાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના મંત્રીઓ સાથે દિલ્હીના રસ્તા પર ઉતરી ગયા છે. જનતાની ફરિયાદ સાંભળવા માટે અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી સચિવાલયના રસ્તા પર ઉતર્યા છે. રસ્તા પર આવીને કેજરીવાલ અને તેમના મંત્રી જનતાઓની મુશ્કેલીઓને હલ કરશે.

aap-party
દિલ્હી સચિવાલયની બહાર રસ્તા પર મુખ્યંત્રી અને મંત્રી જનતાથી રૂબરૂ થયા. પોતાના મંત્રી મંડળના તમામ સભ્યો સાથે મુખ્યમંત્રી રસ્તા પર બેસીને જનતાની સમસ્યાઓ સાંભળી રહ્યાં છે. મુખ્યમંત્રી અને તેમના તમામ મંત્રીઓના પહેલા જનતા દરબારને લઇને સુરક્ષા સહિતના તમામ આયોજન કરવામાં આવ્યા છે. કેજરીવાલ સરકારના પહેલા જનતા દરબારમાં ભારે સંખ્યામાં લોકો ઉમટ્યાછે. લોકોની ફરિયાદોને નંબર સિસ્ટમ થકી સાંભળવામાં આવી રહી છે. જે લોકો પોતાની ફરિયાદો લિખિત રૂપમાં લઇને આવ્યા હતા તેમને જ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા દીધી હતી.

દિલ્હી સચિવાલયની બહાર લગાવવામાં આવી રહેલા પોલીસ બેરિયર અને સુરક્ષાની વ્યવસ્થા શુક્રવારે સાંજથી જ શરૂ કરી દેવામાં આવી હતી. કેજરીવાલ સરકારે પહેલા જનતા દરબાર માટે તમામ આયોજન કરી લીધા છે. આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારે દર શનિવારે સચિવાલય બહાર જનતા દરબાર લગાવવાની ઘોષણા કરી છે.

English summary
Delhi ministers will now be available on the streets outside Delhi Secretariat to address grievances of the public as Chief Minister Arvind Kejriwal will hold his first Janata Darbar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.