કેજરીવાલને મોટી કોર્પોરેટ હસ્તીઓનું ફંડિંગ

arvindkejriwal
નવીદિલ્હી, 4 નવેંબરઃ અરવિંદ કેજરીવાલે રાજકારણીઓ અને મોટા ઉદ્યોગપતિઓ વિરોધ જે ગોરીલા યુદ્ધ છેડ્યું છે, તેમાં તેમને દેશના કોર્પોરેટેડ જગતની મોટી હસ્તીઓ તરફથી ફંડ મળતું હોવાનો ખુલાસો એક સમાચાર પત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ ટોચ પર છે. નારાયણ મૂર્તિએ વર્ષ 2010-11માં કેજરીવાલની સંસ્થા કોઝ રિસર્ચ ફાઉન્ડેશનને 12 લાખનું દાન આપ્યું હતું.

મેઇલ ટૂડે નામના સમાચાર પત્રએ આ અહેવાલ રજૂ કર્યો છે. સમાચાર પત્રના અહેવાલ અનુસાર મુંબઇ સ્ટોક બ્રોકિંગ ફર્મ એનએમ સિક્યોરિટીએ 2 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ કંપનીના માલિક વલ્લભ ભંસાલી છે. રતન ટાટાના સોશિયલ વેલફેરે 25 લાખનો ચેક આપ્યો હતો.

અહેવાલ અનુસાર વિક્રમ લાલની એકરે એકર ગુડવર્થ ટ્રસ્ટના નામથી 3 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. નીમેશ કંપનીના જેએમ ફાઇનાન્સિયલ ફાઉન્ડેશને પચાસ હજારનો ચેક આપ્યો હતો અન્ય સહયોગીઓમાં ઇંડસંડ ઇંક બેન્કના બોસ અને બેન્કર રોમેશ સોબતી પણ શામેલ છે.

અહેવાલમાં નોંધ્યા પ્રમાણે મનિષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલના એકદમ નજીક અને પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ કહ્યું છે,'' નારાયણ મૂર્તિ જેવા કેટલાક કોર્પોરેટ્સ લીડર્સે અમને સહયોગ કર્યો છે. તેમની પાસે કેટલાક સારા વિચારો હતા અને તેઓ નાણાકીય મદદ ઉપરાંત પણ સક્રિય રસ પણ દાખવ્યો હતો અને તેઓ અમારા આરટીઆઇ એવોર્ડ્સના જ્યૂરી મેમ્બર પણ હતા.''

સમાચાર પત્રએ મેળવેલી પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનની બેલેન્સ શીટમાં જણાવવામાં આવ્યું છે કે કેજરીવાલ અને મનિષ સિસોદિયાની ટીમે ઉક્ત કોર્પોરેટ્સ લીડર્સ પાસેથી 96.5 લાખ સુધીનું દાન મેળવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X