For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ ચૂંટણી પહેલા 'સંકટ'માં કોંગ્રેસ, રાહુલના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં 4 મોટા નેતાઓના રાજીનામા

કેરળમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સામે એક નવુ સંકટ આવી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ કેરળમાં ચૂંટણી શંખનાદ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્યાં જોરદાર પ્રચાર કર્યો. લોકો સાથે સીધી વાતચીત ઉપરાંત માછીમારો સાથે સમુદ્રમાં ડૂબકી પણ લગાવી. એ દરેક કામ કર્યા જેનાથી ત્યાંની જનતા સાથે સીધા જોડાઈ શકે પરંતુ કેરળમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સામે એક નવુ સંકટ આવી ગયુ છે. રાહુલ ગાંધીના લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસના 4 મોટા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ.

rahul gandhi

રાહુલ ગાંધીના લોકસભા વિસ્તાર વાયનાડમાં કેરળ રાજ્ય કોંગ્રેસ કમિટીના પૂર્વ સભ્ય કેકે વિશ્વનાથન, કેપીસીસી સચિવ એમએસ વિશ્વનાથન, ડીસીસી મહાસચિવ પીકે અનિલ કુમાર અને મહિલા કોંગ્રેસ નેતા સુજાયા વેણુગોપાલે અસંતોષના કારણે એક સપ્તાહમાં પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ. એમએસ વિશ્વનાથને કહ્યુ કે તે જિલ્લામાં કોંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતા અને KPCC નેતૃત્વ દ્વારા ઉપેક્ષાના કારણે પાર્ટીમાંથી રાજીનામા આપ્યા.

આ દરમિયાન એમએસ વિશ્વનાથને કહ્યુ, 'કેપીસીસી નેતૃત્વની ઉપેક્ષા અને જિલ્લા કોંગ્રેસ કમિટીની નિષ્ફળતાના કારણમાં કેપીસીસી સચિવ પદ અને પાર્ટીમાંથી પ્રાથમિક સભ્યપદ તરીકે રાજીનામિ આપી રહ્યો છુ.' વિશ્વનાથને આરોપ લગાવ્યો કે પાર્ટી વાયનાડમાં ત્રણ સભ્યોની ટીમ તરફથી ચલાવવામાં આવી રહી છે. વળી, ડીસીસી મહાસચિવ પીકે અનિલ કુમાર ઔપચારિક રીતે લોકતાંત્રિક જનતા દળ(LJD)માં શામેલ થઈ ગયા છે.

વાયનાડમાં કોંગ્રેસ સામે ઉભા થયેલ સંકટમાંથી નીકળવા માટે સુધાકરન સહિત વરિષ્ઠ નેતાઓની એક ટીમ લાગી ગઈ છે. સુધાકરન સ્થિતિનુ નિરીક્ષણ કરવા માટે ગુરુવારે વાયનાડના ડીસીસી કાર્યાલય પહોંચ્યા. તમને જણાવી દઈએ કે કેરળમાં 140 વિધાનસભા સીટો માટે મતદાન 6 એપ્રિલે એક જ તબક્કામાં થવાનુ છે જેના પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

તાજમહેલમાં બૉમ્બની સૂચના ખોટી નીકળી, કૉલ કરનાર ઝડપાયોતાજમહેલમાં બૉમ્બની સૂચના ખોટી નીકળી, કૉલ કરનાર ઝડપાયો

English summary
Kerala assembly election 2021 Four congress leader resignation in wayanad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X