For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુર્યાનેલ્લી મામલોઃ કુરિયનને નોટીસ જારી કરાઇ

|
Google Oneindia Gujarati News

Kurien
ઇડુક્કી, 28 માર્ચઃ રાજ્યસભાના ઉપસભાપતિ પી જે કુરિયનને એ સમયે જોરદાર ઝટકો લાગ્યો જ્યારે કેરળની એક અદાલતે સૂર્યાનેલ્લી બળાત્કાર પીડિતા દ્વારા દાખલ કરવામાં આવેલી આપરાધિક પુનર્વિચાર યાચિકા પર બુધવારે તેમને નોટીસ જારી કરી છે.

તોડુપુઝા સત્ર અદાલતના ન્યાયાધીશ અબ્રાહમ મૈથ્યુએ યાચિકા વિચારાર્થનો સ્વિકાર કર્યો અને મામલાના મુખ્ય આરોપી ધર્મરાજન અને બે અન્ય આરોપીઓ જમાલ અને ઉન્નીકૃષ્ણન તથા રાજ્ય સરકારને નોટીસ જારી કરી છે.

યાચિકા પર સુનાવણી હવે 29 મેના રોજ થશે. અદાલતે કહ્યું કે તિરુવનંતાપુરમની પૂજપુરા જેલમાં બંધ ધર્મરાજનને 29 મેના રોજ અદાલતમાં રજૂ કરવામાં આવવો જોઇએ.

પીડિતાએ પીરમેદુ ન્યાયિક પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટ અદાલત દ્વારા આ પહેલા પોતાની ફરિયાદ ખારીજ કરવામાં આવવાને પડકારતા આ યાચીકા દાખલ કરી હતી. પીડિતાએ પોતાની યાચિકામાં અનુરોધ કર્યો હતો કે આ મામલામાં કુરિયનને સામેલ હોવા અંગે તપાસ કરવામાં આવે.

પીડિતાના વકીલોએ અદાલત સમક્ષ ધર્મરાજન દ્વારા એક ટીવી ચેનલ પર કરવામાં આવેલા ખુલાસાને પણ પુરાવામાં રજૂ કરશે. જેમાં જણાવવામાં આવ્યું કે 19 ફેબ્રુઆરી 1996એ ત્યાં કુરિયનની સાથે એક અતિથિ ગૃહમાં ગયા હતા, જ્યાં યુવતિ સાથે કથિત રીતે યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું.

ધર્મરાજનના ખુલાસાના આધાર પર પીડિતાએ પીરમેદુની અદાલતમાં આ વર્ષે એક માર્ચે કુરિયન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

English summary
In a setback for RajyaSabha deputy chairman P J Kurien, a court in Kerala on Wednesday ordered issue of notice to him on a criminal revision petition filed by the Suriyanelli rape victim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X