For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ કોઝીકોડ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી મળ્યા વિસ્ફોટક, 117 જિલેટિન સ્ટીક, 350 ડિટોનેટર થયા જપ્ત

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાંથી ભારે માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાંથી ભારે માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા બળોએ કોઝીકોડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનથી 117 જિલેટીનની સ્ટીક (છડી) અને 350 ડિટોનેટર જપ્ત કર્યા છે. માહિતી મુજબ વિસ્ફોટક સામાન ચેન્નઈ મંગલાપુરમ એક્સપ્રેસ 02685થી જપ્ત કરવામાં આવ્યો છે. પોલિસે આ મામલે એક મહિલા મુસાફરની ધરપકડ કરી છે. પોલિસના જણાવ્યા મુજબ જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તેની સીટની નીચેથી વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. મહિલા તમિલનાડુની રહેવાસી છે. ઘટના શુક્રવાર(26 ફેબ્રુઆરી)ની છે.

keral

ધ હિંદુ દ્વારા આરપીએફ સૂત્રોના હવાલાથી માહિતી આપવામાં આવી છે કે વિસ્ફોટક સામગ્રીવાળી બેગ ડબ્બા નંબર ડી-1માં એક સીટની નીચે છૂપાવીને રાખવામાં આવ્યા હતા. ચેન્નઈની એક મહિલા યાત્રીની સીટની નીચેથી આ ભારે માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવી છે. મહિલાની ધરપકડ કરીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરપીએફના સભ્યોએ કહ્યુ કે તે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી કરી શક્યા કે મહિલને વિસ્ફોટક સામગ્રી સાથે કોઈ લેવા દેવા છે કે નહિ. તેમણે કહ્યુ કે મહિલા ચેન્નઈથી થાલાસ્સેરી જવાની હતી. વધુ માહિતી વિસ્તૃત પૂછપરછ બાદ જાણવા મળી શકે છે.

રેલવે સુરક્ષા બળ તિરુર અને કોઝીકોડ વચ્ચે ટ્રેનમાં શુક્રવાર(26 ફેબ્રુઆરી)એ તપાસ માટે ચઢ્યા હતા. ફલેશ નિરીક્ષણ દરમિયાન આરપીએ ક્રાઈમ પ્રિવેન્શન એન્ડ ડેટેક્શન સ્કવૉડની ટીમને વિસ્ફોટકો મળ્યા છે. ગુરુવાર(25 ફેબ્રુઆરી)એ પણ ટ્રેનમાં સંપૂર્ણપણે નિરીક્ષણ કર્યુ હતુ. જે દરમિયાન રાજસ્થાનના મૂળ નિવાસી પાસેથી 4.2 કિલોગ્રામ સોનાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા હતા.

દેશમાં મળ્યા કોરોનાના 16577 નવા કેસ, આટલા લોકોને મૂકાઈ રસીદેશમાં મળ્યા કોરોનાના 16577 નવા કેસ, આટલા લોકોને મૂકાઈ રસી

English summary
Kerala explosive materials seized from Chennai-Mangalore Superfast Express.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X