'પ્રેમિકાના પતિએ કેરલના વનમંત્રીને ચખાડ્યો મેથીપાક'

જોર્જે કહ્યું હતું કે રવિવારે એક સ્થાનીક સમાચાર પત્રમાં આ સમાચાર પ્રગટ થયા હતા. તેમાં જો કે મંત્રીનું નામ ન હતું. માર ખાનાર મંત્રીનું નામ ગણેશ કુમાર છે. હું તેમનું નામ એ માટે જણાવી રહ્યો છું કે હું ઇચ્છતો નથી કે અન્ય 19 મંત્રીઓને શંકાની નજરે જોવામાં આવે. ગણેશ કુમારે રાજીનામું આપી દેવું જોઇએ. મળતી માહિતી મુજબ આ શરમજનક ઘટના મંત્રીના ઘરે થઇ હતી.
બીજી તરફ ગણેશ કુમારે કહ્યું હતું કે 'હું આરોપોને નકારી કાઢું છું, આવી કોઇ ઘટના બની નથી. આ દુર્ભાગ્ય છે કે જોર્જ આવું કરી રહ્યાં છે. હું તેમના વિરૂદ્ધ કાયદાકીય પગલાં ભરીશ અને તેમની ફરીયાદ મુખ્યમંત્રીને કરીશ. 47 વર્ષીય ગણેશ કુમાર બે દાયકા સુધી ફિલ્મ કલાકાર રહી ચૂક્યાં છે. તે 2001માં રાજકારણમાં જોડાયા અને એકે એન્ટનીના મંત્રીમંડળમાં તે મંત્રી બન્યા. 2003માં તેમને મંત્રીમંડળમાં તેમના પિતા માટે સ્થાન છોડ્યું અને સતત બીજી ચુંટણી જીત્યા. મુખ્યમંત્રી ઓમન ચાંડીના મંત્રીમંડળમાં તેમને 2011માં વન અને સિનેમા મંત્રી બનાવવામાં આવ્યાં.












Click it and Unblock the Notifications
