For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAAના વિરોધમાં કેરળ વિધાનસભાના પ્રસ્તાવને રાજ્યપાલે ગેરકાયદેસર ગણાવ્યો

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કેરળ વિધાનસભા દ્વારા નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં કરાયેલ પ્રસ્તાવને બકવાસ ગણાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કેરળ વિધાનસભા દ્વારા નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં કરાયેલ પ્રસ્તાવને બકવાસ ગણાવ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદના નિવેદનને સમર્થન કરીને રાજ્યપાલે કહ્યુ કે આ પ્રસ્તાવને કોઈ કાયદો કે બંધારણીય માન્યતા નથી. નાગરિકતા સંપૂર્ણપણે કેન્દ્રો વિષય છે માટે આ પ્રસ્તાવનો કોઈ અર્થ નથી. નાગરિકતા સુધારા કાયદા સામે પ્રસ્તાવ પર રાજ્યપાલે કહ્યુ કે મે પહેલેથી જ મારુ મંતવ્ય આના પર વ્યક્ત કરી દીધુ છે કે સરકારે એવા મુદ્દાઓ પર સમય અને પૈસા બરબાદ ન કરવા જોઈએ જે સરકારના કાર્યક્ષેત્રની બહાર હોય. પરંતુ જો કેન્દ્ર સરકાર પાસે કોઈ માંગ કરવામાં આવે છે તો મને તેનાથી કોઈ વાંધો નથી.

કાયદામાં ભેદભાવનો આરોપ

કાયદામાં ભેદભાવનો આરોપ

તમને જણાવી દઈએ કે આ સપ્તાહે લેફ્ટની આગેવાનીવાળી સરકારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સાથે મળીને એક પ્રસ્તાવ નાગરિકતા સુધારા કાયદા સામે કેરળ વિધાનસભામાં પાસ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આ કાયદો મુસલમાનોની વિરુદ્ધ છે અને આ ધર્મને આધારે નાગરિકતા આપે છે. વળી, કેન્દ્ર સરકારનુ કહેવુ છે કે આ કાયદાનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધર્મના આધારે ઉત્પીડિત લઘુમતી હિદુ, સિખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે શરત એ છે કે તે 31 ડિસેમ્બર, 2014થી ભારતમાં રહેતા હોય.

કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ

કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ

વાસ્તવમાં કેરળના મુખ્યમંત્રીએ પ્રસ્તાવ પાસ કરીને કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર નાગરિકતા સુધારા કાયદાને પાછો લે. આના પર પ્રસાદે કહ્યુ કે આ ચોંકાવનારી વાત છે કે જે લોકો બંધારણની શપથ લઈને સત્તામાં આવ્યા છે તે ગેરબંધારણીય નિવેદનો આપી રહ્યા છે. જે સરકારો એ દાવો કરી રહી છે કે તે પોતાના રાજ્યમાં નાગરિકતા કાયદાને લાગુ નહિ કરે તેમણે એક વાર ફરીથી કાયદાની સલાહ લેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ઘણા રાજ્યો જ્યાં ભાજપની સરકાર નથી તેમણે નાગરિકતા કાયદાને લાગુ કરવાની મનાઈ કરી દીધી છે. આમાં પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન શામેલ છે.

આ પણ વાંચોઃ એક્સ. ગર્લફ્રેન્ડ ઉર્વશીએ હાર્દિક પંડ્યાની નતાશા સાથે સગાઈ પર આપ્યુ રિએક્શનઆ પણ વાંચોઃ એક્સ. ગર્લફ્રેન્ડ ઉર્વશીએ હાર્દિક પંડ્યાની નતાશા સાથે સગાઈ પર આપ્યુ રિએક્શન

ભાજપે દાખલ કરી અરજી

ભાજપે દાખલ કરી અરજી

તમને જણાવી દઈએ કે ભાજપ નેતા જીવીએલ નરસિંહા રાવે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સામે અરજી દાખલ કરી છે. આ અરજી કેરળ વિધાનસભા દ્વારા નાગરિકતા સુધારા કાયદા સામે પ્રસ્તાવ પાસ કર્યો છે તેની સામે દાખલ કરવામાં આવી છે. જેના પર પલટવાર કરીને મુખ્યમંત્રી પિનારાયી વિજયને કહ્યુ કે આવુ પહેલી વાર સાંભળ્યુ કે રાજ્યસભાના સભ્યએ મુખ્યમંત્રી સામે અરજી દાખલ કરી છે.

રવિશંકર પ્રસાદે આપી હતી સલાહ

રવિશંકર પ્રસાદે આપી હતી સલાહ

આ પહેલા રવિશંકર પ્રસાદે કહ્યુ કે નાગરિકતા યુનિયન લિસ્ટમાં શામેલ છે. તે યુનિયાન લિસ્ટમાં 17માં સ્થાને છે. આના પર કોઈ પણ કાયદાને પાસ કરવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે. કોઈ રાજ્ય વિધાનસભાને આના પર કાયદો બનાવવા કે સુધારાનો અધિકાર નથી. કેરળની વિધાનસભાને પણ નહિ. બંધારણમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓને આપેલા અધિકારો સ્પષ્ટ છે. હું કેરળના મુખ્યમંત્રીને આગ્રહ કરવા ઈચ્છુ છુ કે તે વધુ સારી કાયદાકીય સલાહ લે. તેમને જે અધિકાર નથી, તેઓ તે ના કરે.

English summary
Kerala Governor Aarif Mohammad Khan rubbished the Kerala Assembly resolution against CAA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X