For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ માનવ બલિ કેસમાં મોટો, ખૂલાસો, આવી રીતે મહિલાઓને ટાર્ગેટ કરી ઘટનાને અંજામ અપાયો!

કેરળમાં બનેલી માનવ બલિની ઘટનાએ દેશમાં મોટા વિવાદને જન્મ આપ્યો છે. આ ઘટનાએ દેશમાં ઘાતકી ગુનાખોરીની નવી વ્યાખ્યા લખી છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કેરળમાં બનેલી માનવ બલિની ઘટનાએ દેશમાં મોટા વિવાદને જન્મ આપ્યો છે. આ ઘટનાએ દેશમાં ઘાતકી ગુનાખોરીની નવી વ્યાખ્યા લખી છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પથનમથિટ્ટા જિલ્લામાં અમીર બનવા માટે પૂજા કરવામાં આવી અને પછી બે મહિલાઓની નિર્દયતાથી હત્યા કરી બલિ આપવામા આવી હતી. આ કેસમાં એક દંપતી અને એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. એજન્ટ મોહમ્મદ શફી ઉર્ફે રશીદ માનવ બલિનો માસ્ટરમાઈન્ડ હતો, તેણે અગાઉ બંને મહિલાઓને ટાર્ગેટ તરીકે પસંદ કરી હતી. આટલું જ નહીં, આર્થિક સ્થિતિ માટે તેણે દંપતીને બલિદાન આપવા માટે ઉશ્કેર્યા હતા. તેના માટે તેણે નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવીને સંપર્ક કર્યો હતો.

શ્રીદેવીના નામે ફેક પ્રોફાઇલ બનાવી

શ્રીદેવીના નામે ફેક પ્રોફાઇલ બનાવી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શફીએ કથિત રીતે શ્રીદેવી નામ પર નકલી આઈડી બનાવીને ભગવાલ સિંહ સાથે મિત્રતા કરી હતી. શફીએ પાછળથી પોતાની ઓળખ રશીદ તરીકે આપી હતી. દંપતીને વિશ્વાસમાં લઈને શફીએ માનવ બલિદાન સંપત્તિ અને સમૃદ્ધિ લાવી શકે તેમ કહ્યું હતું. તેમણે વચન આપ્યું કે તે એક એવી સ્ત્રીને લાવશે. જેનું બલિદાન તરીકે આપી શકાય. અહેવાલો અનુસાર, કોઝેનચેરીમાં 75 વર્ષીય મહિલા સાથે બળાત્કારના કેસમાં જામીન પર રહેલા શફીએ આને અંજામ આપ્યો.

10 લાખની ઓફર

10 લાખની ઓફર

જૂનમાં શફીએ એર્નાકુલમ જિલ્લાના કાલાડી ખાતે ગરીબ લોટરી વેચનાર 50 વર્ષીય રોસિલીને ટાર્ગેટ કરી હતી. 10 લાખની ઑફર મળતાં રોસિલી ખુશ હતી કે તેને ફિલ્મમાં અભિનય કરવાની તક મળશે. તેથી તે શફી સાથે જવા સંમત થઈ. જેને બાદમાં દંપતીના ઘરમાં બલિદાન આપવામાં આવ્યું હતું. રોસિલીની પુત્રી મંજુએ મીડિયાને જણાવ્યું કે. તેણે ઓગસ્ટમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે છેલ્લે 6 જૂને તેની માતાનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી. રોસિલી છેલ્લા છ વર્ષથી સજીશ નામના વ્યક્તિ સાથે રહેતી હતી. તપાસમાં વિલંબ થયો, જેના કારણે દેખીતી રીતે જ આરોપીઓનો આત્મવિશ્વાસ વધ્યો. જો કે, બલિદાન પછી 'પરિણામ ન મળતાં શફીને દંપતી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે તેમને ખાતરી આપી કે પરિવારના શાપને દૂર કરવા માટે વધુ એક બલિદાનની જરૂર છે.

આ રીતે બીજો ટાર્ગેટ પસંદ કર્યો

આ રીતે બીજો ટાર્ગેટ પસંદ કર્યો

આ પછી શફીએ પોતાનો બીજો ટાર્ગેટ શોધવાનું શરૂ કર્યું. આ વખતે તેણે કોચીના કદવંથરામાં અન્ય એક લોટરી વેન્ડર પદ્મમને નિશાન બનાવી..16 સપ્ટેમ્બરે તેણી ગુમ થયાના એક દિવસ પછી પદ્મમના પુત્રએ કડાવંથરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પદ્મમનો ફોન ટ્રેક કર્યો ત્યારે છેલ્લુ સિગ્નલ એલાંથૂર વિસ્તારમાં દેખાયુ. મંગળવારે દંપતીના ઘરના પરિસરમાંથી પદ્મમના શંકાસ્પદ શરીરના વિકૃત ભાગો મળી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માનવ બલિદાન કેસમાં પીડિતાના શરીરના 56 ભાગો કરવામાં આવ્યા હતા અને બંને પીડિતોના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

English summary
Kerala Human Sacrifice Case: This is how the incident was carried out by targeting women!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X