For Daily Alerts
બિટ્ટી કેસ : પોલીસે તપાસ માટે 20 સભ્યોની સીટ રચી
કન્નુર, 11 માર્ચ : આજે કેરાલા પોલીસે બિટ્ટી કેસમાં તપાસ કરવા માટે 20 સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. ગયા સપ્તાહ સુધી રાજસ્થાનના અલવરમાં વર્ષ 2006થી રેપ કેસમાં સજા કાપી રહેલા અને પે રોલ પર છુટેલા બિટ્ટી મોહન્તી અંગેની વધારે વિગતો મેળવવા માટે સીટની રચના કરી છે.
આ અંગે કન્નુરના એસપી ર્હાુલ આર નાયરનું કહેવું છે કે "કેરળમાં રાઘવ રાજન તરીકેની ઓળખ આપીને રહી રહેલા અને એક પબ્લિક બેંકમાં નોકરી કરી રહેલા બિટ્ટી મોહન્તીની ઓળખ અંગેના વધારે પુરાવા મેળવવા માટે ડીવાયએસપી કે એસ સુદર્શનને કામ સોપવામાં આવ્યું છે. આ ટીમ ચાર જૂથમાં વહેંચાઇ જશે. દરેક જૂથમાં પાંચ સભ્યો હશે. તેમાંથી ત્રણ ટીમો આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશા જઇને વિગતો મેળવશે. જ્યારે એક ટીમ બિટ્ટીના જીવન વિશે અને કુન્નુરમાં આવીને તેણે શું કર્યું તેની વિગતો મેળવશે."
ઉલ્લેખનીય છે કે કુન્નુર આવીને બિટ્ટીએ એમબીએ કરીને સુરક્ષિત નોકરી મેળવી હતી. પોલીસ તપાસમાં બિટ્ટીઓ ભલે પોતાની વિગતો છુપાવી હોય પણ તે આગળની તપાસમાં બહાર આવશે. આ તમામ નિર્ણય કોર્ટની સૂચના મુજબ લેવામાં આવ્યા છે. બિટ્ટીની કસ્ટડી મેળવવા રાજસ્થાનની પોલીસ ટીમ પણ કેરળ આવી રહી છે.