For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળના એન્જીનીયરે બનાવ્યુ એન્ટી પાયરસી સોફ્ટવેર

|
Google Oneindia Gujarati News

કેરળના એક સોફ્ટવેર એન્જીનીયરે એક એવા એન્ટી પાયરસી સોફ્ટવેર બનાવ્યું છે, જેમાં સિનેમાઘરોમાં મોબાઇલ અને હેન્ડીકેમ થકી કોઇ મૂવી રેકોર્ડિંગ કરવામાં અંકુશ લાગી જશે. આ સોફ્ટવેરમાં બનાવનારા વર્ગીજ બાબૂએ જણાવ્યું કે આ સોફ્ટવેર ત્રણ વર્ષની શોધ બાદ બન્યું છે. તેનું પેટન્ટ કરવામાં આવી રહ્યું છે.

બાબૂએ કહ્યું કે, તેનું નામ ડિમોલિશ ડુપલિકા રાખવામાં આવ્યું છે. જે હેઠળ એક હાર્ડવેર એકમ હશે, જેને સિનેમાઘરોમાં રાખવામાં આવશે. જેનાથી કોઇ વ્યક્તિ ફિલ્મને રેકોર્ડ કરવાની શરૂ કરશે તો હાર્ડવેર એકમ તેની ઓળખ કરી રેકોર્ડિંગ રોકી દેશે. આ સર્વર અને પોલીસની નકલ વિરોધી પ્રકોષ્ઠને એક ચેતવણી પણ મોકલશે. 30 વર્ષિય સોફ્ટવેર એન્જીનીયરે જણાવ્યું કે આ એકમની કિંમત 15 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

બાબૂએ કહ્યું કે, હાર્ડવેર એકમમાં મોબાઇલ અને હેન્ડીકેમના ક્રમાંક દાખલ કરવામાં આવ્યા છે. અધિકારી સેહલાયથી જાણી શકે છે કે રેકોર્ડિંગ ક્યાંથી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ઉત્પાદ સંપાદન દરમિયાન ફિલ્મ અને વીડિયોની રીલ સાથે છેડછાડ થઇ છે કે નહીં તે પણ જાણી શકાય છે.

તેને પૂછવામાં આવ્યું કે શું બજારમાં માત્ર એ એક જ ઉત્પાદ ઉપલબ્ધ છે, તો તેમણે કહ્યું કે, બજારમાં એવા ઘણા યંત્ર ઉપલબ્ધ હોત તો તાજેતરમાં પ્રદર્શિત ફિલ્મોના નકલી સંસ્કરણ હયાત ના હોત. બાબુએ કહ્યું કે, ફિલ્મ ઉદ્યોગના લોકો આ ઉત્પાદ અંગે પૂછપરછ કરી રહ્યાં છે. હાલમાં તેની પેટન્ટની ઔપચારકિતા પૂરી કરવામાં લાગેલા છે.

English summary
kerala software engineer develops anti piracy software
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X