Kerala Train Fire Row: ચાલતી ટ્રેનમાં 3 લોકોને જીવતા સળગાવનાર આરોપી ઝડપાયો

Kerala Train Fire Row: કેરળના કોઝિકોડમાં ચાલતી ટ્રેનમાં પેટ્રોલ છાંટીને 3 મુસાફરોને કથિત રીતે સળગાવીને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપ શાહરુખ સૈફીની ધરપકડ કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ અને મહારાષ્ટ્ર એટીએસની સંયુક્ત ટીમે આરોપીની રત્નાગીરી રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ હવે મહારાષ્ટ્ર પોલીસ સૈફીને કેરળ પોલીસને સોંપવા જઈ રહી છે.

train

નોંધનીય છે કે શાહરુખ સૈફી પર લપ્પુઝા-કન્નુર મેન એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં રાતે 10 વાગ્યાની આસપાસ સૂતેલા મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ ચાંપવાનો આરોપ છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં એક બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએની પ્રશંસા કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે 'આ જઘન્ય અપરાધ કરનાર વ્યક્તિ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પકડાયો છે, આ માટે હું મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએનો આભાર માનુ છુ કે તેમણે ખૂબ જ ઝડપથી કામ કરીને આરોપીને પકડ્યો છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X