હોસ્પિટલમાં 45 દિવસ રહ્યા બાદ રિકવર થયા 62 વર્ષના વૃદ્ધા, 19 વાર આવ્યા હતા પૉઝિટીવ
કેરળના પત્તનંતિટ્ટા જિલ્લાના રહેવાસી એક મહિલા 45 દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ રિકવર થઈ ગયા છે.
કેરળના પત્તનંતિટ્ટા જિલ્લાના રહેવાસી એક મહિલા 45 દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ રિકવર થઈ ગયા છે. 62 વર્ષીય આ મહિલા કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત થઈ ગયા હતા. નવાઈની વાત એ રહી છે કે મહિલાનો રિપોર્ટ 19 વાર પૉઝિટીવ આવ્યો હતો. જો કે ત્યારબાદના બે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. મેડીકલ બોર્ડની અનુમતિ મળ્યા બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા મળી જશે. આ અંગેની માહિતી પત્તનંતિટ્ટા જિલ્લાના મેડીકલ અધિકારી(ડીએમઓ) ડૉક્ટર એન શીજાએ આપી છે.

ડીએમઓએ કહ્યુ, તેમનો બે વાર રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. અમે તેમને જલ્દી હોસ્પિટલમાંથી રજા આપી દઈશુ. મહિલા ઈટલીથી પાછા આવેલા એક પરિવારના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તે કોરોના સંક્રમિત મળી આવી હતી. તે ગયા 10 માર્ચથી ત્રણ લોકો 29 ફેબ્રુઆરીએ ત્રણ સપ્તાહની રજા પર કેરળમાં રાનીમાં સ્થઆ પરિવારના ત્રણ લોકો 29 ફેબ્રુઆરીએ ત્રણ સપ્તાહની રજા પર કેરળના રાનીમાં સ્થિત પોતાના ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેમણે ઘણા અન્ય લોકોને પણ વાયરસથી સંક્રમિત કરી દીધા.
બિમારી માટે ડૉક્ટરોની ચિંતા એટલા માટે પણ વધી રહી હતી કારણકે કેરળના કોઝિકોડમાં એક વ્યક્તિ 18 માર્ચે દૂબઈથી પાછા આવ્યા હતા અને 29 દિવસ બાદ તેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો. આ જ કારણ છે કે વિશ્વ આરોગ્ય સંગઠને વિદેશથી પાછા આવેલ કે શંકાસ્પદ વ્યક્તિ માટે 14 દિવસોના આઈસોલેશનને જરૂરી ગણાવ્યુ છે. તેને બાદમાં કેરળમાં 28 દિવસ સુધી કરી દેવામાં આવ્યુ. કેરળની વાત કરીએ તો રાજ્યની સ્થિતિ અત્યારે દેશના બાકીના રાજ્યોની સરખામણીમાં ઘણી હદ સુધી સારી છે.
કેરળમાં કોરોના વાયરસના કુલ 447 સંક્રમિત કેસ સામે આવ્યા. આમાંથી 3 લોકોના મોત થયા છે જ્યારે 342 લોકો રિકવર થયા છે. વળી, આખા દેશની વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 1684 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે. મંત્રાલય મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 23,077 થઈ ગઈ છે. આમાં 17610 સક્રિય કેસ છે, 4749 લોકો રિકવર/ ડિસ્ચાર્જ/વિસ્થાપિત છે અને કુલ 718 મોત થયા છે.












Click it and Unblock the Notifications
