For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીવાસીઓએ મોદીનો કચરો કરી નાખ્યો: શિવસેના

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભામાં ભાજપને મળેલી ભૂંડી હારે ભાજપના સાથી દળોને પણ તેમની પર પ્રહાર કરવાની તક આપી દીધી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કરતા જણાવ્યું કે દિલ્હીમાં લહેર નહીં પણ આપની સુનામી આવી. જ્યારે પાર્ટીના મુખપત્ર સામનામાં શિવસેનાએ ભાજપની હાર માટે મોદીને જવાબદાર ગણાવ્યા છે.

shiv shena
સામનામાં લખ્યું છે કે આ મોદીની હાર છે કારણ કે સંપૂર્ણ સરકારી તંત્ર પ્રચાર કરવામાં લાગ્યું હતું, શિવસેનાએ અમિત શાહ પર કાર્યકર્તાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.

વાંચો સામનામાં શું લખ્યું છે:

kejriwal
દિલ્હીવાસીઓએ ભાજપનો કચરો કરી નાખ્યો
લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સો ટકા વિજય પ્રાપ્ત થઇ હતી, એ જ દિલ્હીની જનતાએ આપનું ઝાડું હાથમાં લઇને ભાજપનો કચરો કરી નાખ્યો, આ દુર્ભાગ્યપૂર્ણ કહેવું પડી રહ્યું છે. રાજનીતિ ચંચળ હોય છે એ દિલ્હી ચૂંટણીએ સાબિત કરી દીધું.

modi
મોદીએ પોતાના વચનો પાળ્યા નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રહેઠાણ હવે દિલ્હીમાં છે, પરંતુ આટલા નજીક હોવા છતાં મોદીનું બ્રહ્માસ્ત્ર કામ ના કરી શક્યું. ચૂંટણીમાં અમિત શાહનો જાદુ ના ચાલ્યો. ભાજપ અમારુ જૂનો સહકારી મિત્ર છે. જેને દેશભરમાં ભારે મેન્ડેટ મળ્યુ, પરંતુ રાજધાનીમાં તે કમળ ના ખીલવી શક્યું. માત્ર જાહેરાતો અને ભાષણો થકી ચૂંટણી નથી જીતી શકાતી. દરેક વખતે પાર્ટીના કાર્યકર્તાઓ પર બાહરના ઉમેદવાર અને નિર્ણયો ના લાદી શકાય.

modi
આ મોદીની હાર છે
લહેરની તુલનાએ સુનામીનો પ્રભાવ પ્રબળ હોય છે જે દિલ્હીમાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર બાદ સુનામીનું પાણી આજે દિલ્હી જઇ પહોંચ્યું. જેનો ઝટકો ભાજપને લાગ્યો છે. દિલ્હીમાં કેજરીવાલની જીત થઇ છે અને મોદીની હાર. દિલ્હીનો પરાભવ મોદીનો પરાભવ છે એવું અણ્ણા હજારે કહે છે અને તેવું અમારુ પણ માનવું છે.

aap
નકારાત્મ પ્રચાર ભાજપને લઇ ડૂબ્યું
જનતાએ મોદીના નેતૃત્વમાં ભાજપને કેમ દૂર કર્યા? બેરોજગારી ઓછી ના થઇ, મોંઘવારી નીચે ના આવી. બેઘરોને ઘર ના મળ્યા. આશ્વાસનોની પૂર્તિ ના થઇ. મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓએ કેજરીવાલ અને રાહુલ ગાંધીનું પોતાના ભાષણોમાં મજાક ઉડાવી. નકારાત્મક પ્રચારનો ઝટકો તેમને લાગ્યો.

English summary
Virtually targeting Prime Minister Narendra Modi, Shiv Sena president Uddhav Thackeray Tuesday termed the sweeping AAP win in Delhi a 'tsunami' and congratulated AAP leader Arvind Kejriwal for the historic victory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X