For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની ભારત જોડો યાત્રાના વીડિયોમાં KGF-2ના ગીતનો થયો ઉપયોગ, રાહુલ ગાંધી સામે નોંધાયો કેસ

ભારત જોડો યાત્રાના એક વીડિયોને લઈને વિવાદ થયો છે. જાણો શું છે સમગ્ર મામલો.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાણામાં છે. આ યાત્રાને 58 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. હાલમાં ભારત જોડો યાત્રાના એક વીડિયોને લઈને વિવાદ થયો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં બ્લૉક બસ્ટર ફિલ્મ કેજીએફ-2ના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે કેજીએફ-2ના ગીતો બનાવનાર મ્યૂઝિક કંપની એમઆરટીએ રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેટ અને જયરામ રમેશ સામે કૉપીરાઈટ ઉલ્લંઘનનો કેસ નોંધી લીધો છે.

rahul gandhi

એમઆરટી મ્યૂઝિક કંપની પાસે કન્નડ, હિંદુ, તેલુગુ અને તમિલ વગેરેમાં 20,000થી વધુ ટ્રેકના મ્યૂઝિક રાઈટ્સ છે. મ્યૂઝિક કંપનીએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે તેમનીપાસે સુપરહિટ ફિલ્મ કેજીએફ-2ના ગીતોના કૉપીરાઈટ છે. તેના બધા ભાષાઓના ગીતોના કૉપીરાઈટ માટે કંપનીએ ઘણી મોટી રકમનુ રોકાણ કર્યુ છે, કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ ના કરી શકે. કંપનીનો આરોપ છે કે કોંગ્રેસે પૂછ્યા વિના પોતાની પૉલિટિકલ ઈવેન્ટ માટે તેમના મ્યૂઝિકનો ઉપયોગ કરી લીધો. મ્યૂઝિક કંપનીએ વધુમાં આરોપ લગાવ્યો કો કોંગ્રેસે કેજીએફના ગીતોનો ઉપયોગ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના માર્કેટિંગ વીડિયો બનાવવા માટે કર્યો છે.

કોંગ્રેસે જે વીડિયોમાં કેજીએફ-2ના ગીતનો ઉપયોગ કર્યો છે તેમાં રાહુલ ગાંધી પણ દેખાઈ રહ્યા છે. કંપનીએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે એર રાષ્ટ્રીય રાજકીય પક્ષની આ ગેરકાયદે હરકત રુલ ઑફ લૉ અને વ્યક્તિઓ કે સંસ્થાઓના અધિકારોની ઘોર અવગણના છે. જ્યારે તેઓ આ ભોરત જોડો યાત્રાનુ આયોજન આ દેશમાં શાસન કરવાની તક શોધવા અને સામાન્ય જનતા તેમજ વેપારીઓના અધિકારીઓની રક્ષા કરવા માટે કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે એમઆરટી મ્યૂઝિકે માત્ર પોતાના બંધારણીય અધિકારોને જાળવી રાખવા માટે ફરિયાદ કરી છે. તેમનો ઈરાદો રાજકીય પક્ષની છબી ખરાબ કરવાનો નથી. એમઆરટી કંપનીએ કોંગ્રેસ અને પદાધિકારીઓ સામે કલમ 403 (મિલકતનો અપ્રમાણિક ગેરઉપયોગ), 465 (ષડયંત્રમાટે સજા), 120 (કેદની સાથે સજાને પાત્ર ગુનો કરવા માટે ડિઝાઇન છુપાવવી), કલમ 34 (સામાન્ય ઈરાદો), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66 અને કૉપીરાઇટ એક્ટ 1957ની કલમ 63 હેઠળ FIR નોંધાવી છે.

એમઆરટી મ્યૂઝિક કંપની તરફથી એડવોકેટ નરસિમ્હન સંપથે જણાવ્યુ હતુ કે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનાતે અને રાહુલ ગાંધી સામે એમઆરટી મ્યૂઝિકની માલિકીના કૉપીરાઈટનુ ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુખ્યત્વે MRT મ્યૂઝિકની માલિકીના કૉપિરાઇટનુ ઉલ્લંઘન કરવા માટે સ્ટીયરિંગ કમિટીના સભ્યોની ગેરકાયદેસર છેતરપિંડી અને ગેરકાયદેસર પગલાંને લગતી છે. INC એ ફિલ્મ સંબંધિત ગીતોને ગેરકાયદેસર રીતે ડાઉનલોડ અને સિંક્રનાઇઝ કરીને અને પ્રસારિત કરીને એક વીડિયો બનાવ્યો હતો. KGF-2ના ગીતો પર બનાવેલો વીડિયોમાં રાહુલ ગાંધીને બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે.

English summary
KGF-2 song used in Congress' Bharat Jodo Yatra video, copyright case filed against Rahul Gandhi and others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X